Monsoon માં સાવધાન! કાર ચલાવતા પહેલા આ બાબતોનુ ખાસ રાખજો ધ્યાન, નહીંતર થશે નુકશાન

Car Care Tips: ચોમાસા દરમિયાન ભીના રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ છે કારણ કે ઘણી જગ્યાએ ટાયર ટ્રેક્શન ગુમાવે છે. આ સિવાય વિઝિબિલિટી પણ ઘણી વખત ઓછી જોવા મળે છે.

Monsoon માં સાવધાન! કાર ચલાવતા પહેલા આ બાબતોનુ ખાસ રાખજો ધ્યાન, નહીંતર થશે નુકશાન

Mansoon Car Tips: દરેક વ્યક્તિએ હંમેશા કારની કાળજી લેવી જોઈએ, પરંતુ ચોમાસાની ઋતુમાં વધુ સાવધાની રાખવી જરૂરી છે. ચોમાસા દરમિયાન ભીના રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ છે કારણ કે ઘણી જગ્યાએ ટાયર ટ્રેક્શન ગુમાવે છે. આ સિવાય વિઝિબિલિટી પણ ઘણી વખત ઓછી જોવા મળે છે. આવી સ્થિતિમાં, કારની સંભાળ અને ડ્રાઇવિંગ સંબંધિત કેટલીક ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. 

ટાયર ટ્રેક્શન
વરસાદ દરમિયાન ભીના રસ્તાઓ પર ટાયર સ્લીપ થવાનો ભય રહે છે. આ ખતરાને ઘટાડવા માટે જરૂરી છે કે કારના ટાયરમાં ડીપ ટ્રેડ્સ હોય કારણ કે જો ટાયર ઘસાઈ ગયા હોય તો ટાયર વધુ સ્લીપ થશે. આ કિસ્સામાં, જો ટાયર ઘસાઈ ગયા હોય તો ટાયર બદલવું ખુબ જ જરુરી છે.

વિન્ડશિલ્ડ વાઇપર
વરસાદમાં ડ્રાઇવિંગ વિન્ડશિલ્ડ વાઇપર્સ વિના કરી શકાતું નથી, તે ખૂબ જ ઉપયોગી છે. વાઇપર્સ વિન્ડશિલ્ડમાંથી વરસાદી પાણીને દૂર કરે છે અને તેને સાફ કરે છે. તેથી, જુઓ કે વાઇપરના રબરને નુકસાન તો નથી થયું. જો નુકસાન થયું હોય, તો તેને બદલો અથવા નવા વાઇપર ફીટ કરો.

લાઇટ
વરસાદની મોસમમાં, લાઇટ્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે તપાસો. ઘણી વખત લાઈટમાં વરસાદી પાણી ભરાઈ જવાથી તે ડીમ થઈ જાય છે. તેથી, ખાતરી કરો કે બ્રેક લાઇટ, હેડલાઇટ, ટેલલાઇટ, ટર્ન ઇન્ડિકેટરના બલ્બ પૂરતો પ્રકાશ આપી રહ્યા છે.

બ્રેક્સ
કારમાં બ્રેક દરેક સમયે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે હંમેશા સંપૂર્ણ સ્થિતિમાં હોવી જોઈએ. જો બ્રેક્સ અવાજ કરી રહી છે અથવા બ્રેક પેડલ ખૂબ જ ટાઈટ અથવા લુઝ થઈ ગયું છે, તો તેને જલ્દીથી ઠીક કરાવો. 

બેટરી
ચોમાસા દરમિયાન કારની બેટરીને પણ અસર થાય છે. ખરેખર, વરસાદનું પાણી બેટરીમાં કેમિકલ પરિવર્તનનું કારણ બને છે. જેના કારણે બેટરી સાથે જોડાયેલા વાયર ઢીલા પડી જવાનો પણ ભય રહે છે. આવી સ્થિતિમાં ચોમાસા પહેલા બેટરીની સ્થિતિ અવશ્ય ચેક કરો.

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news