Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી દુનિયાનો પ્રથ્મ 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન Xiaomi Mi CC9 Pro લોન્ચ કરવા જઇ રહી છે. આ ડિવાઇસ સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સ સામે આવી ચૂકી છે અને હવે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અલ્ટ્રા-થિન ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિંટ સેન્સર સાથે આવનાર દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હશે.
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી દુનિયાનો પ્રથ્મ 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન Xiaomi Mi CC9 Pro લોન્ચ કરવા જઇ રહી છે. આ ડિવાઇસ સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સ સામે આવી ચૂકી છે અને હવે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અલ્ટ્રા-થિન ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિંટ સેન્સર સાથે આવનાર દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવી ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી ડિવાઇસ અનલોક થવાની સ્પીડ વધી જશે, સાથે જ બેટરીની પણ બચત થશે.
નવા ફિચર વિશે જણાવતાં કંપનીએ કહ્યું કે 'ઓપ્ટિકલ ફિંગરપ્રિંટ સેન્સેટિવિટી અને અલ્ટ્રા-થિન ડિસ્પ્લેનો અનલોકિંગ સસ્કેસ રેટ પહેલાં વધુ સારો કરવામાં આવ્યો છે. યૂઝર્સ તેની મદદથી વધુ લાઇટમાં, લો ટેમ્પરેટરમાં અથવા પછી ડ્રાઇ ફિંગર સાથે પોતાના ડિવાઇસને એકવાર કરીને અનલોક કરી શકશે. કંપનીના પ્રોડક્ટ મેનેજર વાંગ તેંગે કહ્યું કે આ નવી જનરેશનનું સોલ્યૂશન છે, જે અલ્ટ્રા-થિન છે અને તેનો ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન એરિયા પણ વધુ છે.
આવો હશે કેમેરા સેટઅપ
Xiaomi Mi CC9 Pro માં યૂઝર્સને રિયર પેનલ પર 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, જેમાં 10X ટેલિફોટો લેન્સ ઉપરાંત ક્લાસિક પ્રોટ્રેટ લેન્સ, વાઇડ-એંગલ લેન્સ આપવામાં આવશે. સાથે જ તેમાં એક એડિશનલ લેન્સ પણ આપવામાં આવી શકે છે. કંપનીએ કન્ફોર્મ કર્યું છે કે Xiaomi Mi CC9 Pro માં સેલ્ફી માટે યૂઝર્સને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે, જે વાઇડ એંગલ ઇમેજ કેપ્ચર, પોટ્રેટ મોડ અને લગભગ 12 પ્રકારના ફિલ્ટર્સ સપોર્ટ કરશે. આ ડિવાઇસ 14 નવેમ્બરના રોજ ગ્લોબલી લોન્ચ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગેમિંગ સેટ્રિક હશે ફોન
શાઓમીએ આ સ્માર્ટફોનમાં 5,260mAh ની બેટરી યૂઝર્સને મળી શકે છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે. તેની મદદથી યૂઝર્સ ફક્ત 65 મિનિટમાં પોતાનું ફિવાઇસ ફૂલ ચાર્જ કરી શકશે. TENNA ની લિસ્ટિંગમાં સામે આવ્યો છે આ સ્માર્ટફોનમાં યૂઝર્સને 6.47 ઇંચની OLED ડિસ્પ્લે પેનલ મળશે. જેના પર વોટરડ્રોપ નોચ સેલ્ફી કેમેરા આપવામાં આવશે. આ ડિવાઇસ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 730G પ્રોસેસર પાવર્ડ હોઇ શકે છે અને આ વાત તેને ગેમિંગ સેંટ્રિક ડિવાઇસ બનાવે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે