ક્યારેય વેચતો હતો પાણીપુરી, હવે ચપટીમાં કમાઈ ગયો કરોડો

મુંબઈના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે

ક્યારેય વેચતો હતો પાણીપુરી, હવે ચપટીમાં કમાઈ ગયો કરોડો

મુંબઈ : મુંબઈના યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ (yashasvi jaiswal)ને રાજસ્થાન રોયલ્સે (Rajasthan royals) 2.40 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. તેની બેસ પ્રાઇઝ વીસ લાખ રૂપિયા હતી. Kings XIએ આ બેટ્સમેન માટે 80 લાખ રૂપિયા અને કેકેઆરે 1.9 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જોકે આખરે રાજસ્થાન રોયલ્સે યશસ્વીને 2.4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. 

યશસ્વી અત્યારે ભારતીય અન્ડર-19 ટીમમાં ઓપનર તરીકે રમે છે અને તે અન્ડર 19 વર્લ્ડ કપ મિશનમાં જનારી ટીમ ઈન્ડિયામાં મહત્વનો ખેલાડી પણ છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. યશસ્વીની આ પડકારભરી સફર મુશ્કેલ હતી. યશસ્વીએ કહ્યું કે, મને પાણીપુરી વેચવાનું ગમતું નહોતું પણ કરવું પડતું હતું કારણ કે આ મારી જરૂરિયાત હતી.

ગત વર્ષે ભારતની અન્ડર 19એ શ્રીલંકાની ટીમને 144 રનથી હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત એશિયા કપ પર કબજો કર્યો હતો. આ સીરિઝમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમાંથી એક યશસ્વી પણ હતો. ટીમના ઓપનર યશસ્વીએ ફાઈનલમાં 85 રનની ઈનિંગ રમી હતી. સાથે જ તેણે ટૂર્નામેન્ટની ત્રણ મેચોમાં 213 રન બનાવ્યા હતા, જે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news