Maruti Suzuki Jimmy નો લુક બનાવી રહ્યો છે લોકોને દીવાના, દરરોજ 700થી વધારે મળી રહ્યા છે બુકિંગ

Maruti Suzuki Jimmy: જો તમે મારુતિ સુઝુકી જિમ્મીને બુક કરવા માગો છો તો તમારે નજીકની ડીલરશીપ કે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. જો તમે આ કારને ઓનલાઈન રીતે બુક કરવા માગો છો તો તેના માટે તમારે નામ, સરનામું, ફોન નંબર, શહેર અને રાજ્યની જાણકારી આપવાની રહેશે.

Maruti Suzuki Jimmy નો લુક બનાવી રહ્યો છે લોકોને દીવાના, દરરોજ 700થી વધારે મળી રહ્યા છે બુકિંગ

Maruti Suzuki Jimmy: વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની નવી ઓફ રોડ Jimmy SUVને ઓટો એક્સ્પો 2023માં રજૂ કરી હતી. તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઓટો એક્સ્પોમાં આ કારને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે લોકોને આ કારનો ઈંતઝાર ઘણા લાંબા સમયથી હતો. આ કારને ભારતમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી આ કારને 16,500થી વધારે બુકિંગ મળી ચૂકી છે. કંપનીએ આ કાર માટે બુકિંગ રજૂ કરતાંની સાથે જ ઓપન કરી નાંખ્યું હતું.

દરરોજ 700થી વધારે કારનું બુકિંગ:
આ કાર માટે કંપનીને દરરોજ 700થી વધારે કારનું બુકિંગ મળી રહ્યું છે. તો આ એસયુવીના બુકિંગનો આંકડો 15,000ને પાર પહોંચી ગયો છે. હવે તમે આંકડાથી સમજી ગયા હશો કે એ એસયૂવીને લોકો દ્વારા કેટલી પસંદ કરવામાં આવી રહી છે. બુકિંગ શરૂ થવાના 5 દિવસની અંદર જ 5000થી વધારે લોકોએ તેને બુક કરી દીધી હતી.

કેવી રીતે મારુતિ સુઝુકી જિમ્મી એસયૂવીને બુક કરશો:
જો તમે મારુતિ સુઝુકી જિમ્મીને બુક કરવા માગો છો તો તમારે નજીકની ડીલરશીપ કે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. જો તમે આ કારને ઓનલાઈન રીતે બુક કરવા માગો છો તો તેના માટે તમારે નામ, સરનામું, ફોન નંબર, શહેર અને રાજ્યની જાણકારી આપવાની રહેશે. તે સિવાય કારનું મોડલ, વેરિયન્ટ અને કલર સિલેક્ટ કરવાનો રહેશે. તેના પછી બુકિંગ મનીની ઓનલાઈન ચૂકવણી પછી આ એસયૂવી તમારા નામે થઈ જશે.

મારુતિ સુઝુકી જિમ્મીની વિશેષતા:
1. 3-ડોર મોડલથી 340 એમએમ લાંબા મોટા વ્હીલ બેસ 
2.3985 એમએમ લંબાઈ
3. 1645 એમએમ પહોળાઈ
4. 1720 એમએમ ઉંચાઈ
5. ગાડીમાં 5 ડોર
6. રિયર ક્વાર્ટર, ક ઓફ રોડ ટાયર્સ
7. 15 ઈંચ અલોય વ્હીલ્સ
8. સર્ક્યુલર હેન્ડલેમ્પ
9. સ્લેટેડ ગ્રીલ
10. 9 ઈંચનું ટચ સ્ક્રીન
11. સ્ટીયરીંગ વ્હીલ
12. સર્ક્યુલર ડાયલ
13. ડેશબોર્ડ- માઉન્ટેડ ગ્રેબ હેન્ડલ

મારુતિ સુઝુકી જિમ્મીનું એન્જિન:
મારુતિ સુઝુકી જિમ્મીમાં 1.5 લીટર K-15B પેટ્રોલ એન્જિન મળે છે. જે 103 BHPનો પાવર અને 134 NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે આ કારને 2WD-હાઈ, 4WD- હાઈ અને 4WD લોની સાથે લો રેન્જ ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે. અને 4 મિસ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક કે 5 સ્પીડ-મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news