‘નોકરીમાં સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે જવાબદારીથી દૂર જઈ રહ્યો છું’ લખીને ગુમ થયા અમદાવાદના એન્જિનિયર
Ahmedabad Engineer Missing : અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર રોહન મિસ્ત્રી થયા ગુમ... ઘણા સમયથી તણાવમાં રહેતા હોવાનો ઉલ્લેખ.... પરિવારના સભ્યોએ ફોન નંબર જાહેર કરીને મદદ માટે કરી અપીલ....
Trending Photos
AMC Engineer Missing : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ઈજનેર રોહન મિસ્ત્રી ગુમ થયા છે. રોહન મિસ્ત્રી ચાંદલોડિયામાં ફરજ બજાવે છે. ગુમ થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. ત્યારે પરિવારજનોએ 982570105 જાહેર કરીને મદદ માટે અપીલ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ડૉક્ટરે પરિવારને પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ નોકરીમાં સ્ટ્રેસ હોવાની વાત કરી છે. આવો જોઈએ શું લખ્યું છે પત્રમાં
AMCના મદદનીશ ઈજનેરનો પત્ર
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી મને માફ કરજો. હું ઘર છોડીને જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરતા. પરમ દિવસે માનસિક તણાવમાં મેં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ તમે બચાવી લીધો એટલે હવે આત્મહત્યા નહીં કરું. બસ ઘર છોડીને જઉં છું. અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરું છું. મારા બધા જ સાહેબો અને સહયોગીઓ ખૂબ જ સારા છે, પણ સોરી.
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી હું જવાબદારીથી ભાગી રહ્યો છું. બ્રિજેશ, રશ્મી, અંકિતા, મમ્મી, પપ્પા, માહી અને પર્વનું ધ્યાન રાખજો. બ્રિજેશ મને માફ કરજે, તારા ઉપર બહુ જવાબદારી નાખીને જઉં છું પણ હું આત્મહત્યા નહીં કરું. અંકિતા તારી સાથે જિંદગીનાં 12 વર્ષ ખૂબ જ સારાં ગયાં પણ મને માફ કરજે. હુ તેને અડધેથી છોડીને જઈ રહ્યો છું. મમ્મી પપ્પા તમે ટેન્શન ના લેતા. માહી-પર્વ ખૂબ જ ભણજો અને દાદા-દાદીનું નામ રોશન કરજો. બસ બીજું કંઈ નહીં. મારા બાઈકની ચાવી મારી ઓફિસના ડ્રોઅરમાં છે. મારી પાછળ સમયના બગાડતાં. મારી નોકરીમાં સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે જવાબદારીથી દૂર જઈ રહ્યો છું. સોરી. રોહન મિસ્ત્રી, મદદનીશ ઈજનેર
રોહન મિસ્ત્રીએ કર્યો હતો આપઘાતો પ્રયાસ
રોહન મિસ્ત્રીના ગુમ થયા બાદ તેમના ઘરમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી. આમ અધિકારી ચિઠ્ઠી લખ્યા બાદ ગુમ થઈ જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. મહત્વનું છે કે સતત કામના સ્ટ્રેસમાં રહેતા અધિકારીએ પાંગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અધિકારીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાથી પરિવારજનો ઉચક જીવે ભાળ મેળવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે