માર્કેટમાં મારુતિની આ SUV આવતાની સાથે જ થઈ હિટ, ફિચર્સ જોઈ થઈ જશો ફિદા

Maruti Suzuki: માર્કેટમાં SUVની માંગ વધી રહી છે. મારુતિ સુઝુકી પણ SUV સેગમેન્ટમાં તેની પકડ મજબૂત કરી રહી છે. મે 2023માં, કંપનીએ સ્થાનિક બજારમાં 143,708 કાર અને SUVનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં થયેલા વેચાણ કરતાં વધુ છે.

માર્કેટમાં મારુતિની આ SUV આવતાની સાથે જ થઈ હિટ, ફિચર્સ જોઈ થઈ જશો ફિદા

Maruti Suzuki Fronx: માર્કેટમાં SUVની માંગ વધી રહી છે. મારુતિ સુઝુકી પણ SUV સેગમેન્ટમાં તેની પકડ મજબૂત કરી રહી છે. મે 2023માં, કંપનીએ સ્થાનિક બજારમાં 143,708 કાર અને SUVનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં થયેલા વેચાણ કરતાં પણ વધુ છે. કંપનીના SUV મોડલને પણ ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારુતિએ ગયા મહિને બ્રેઝા, ફ્રેન્ક્સ અને ગ્રાન્ડ વિટારાના લગભગ 33,000 યુનિટ્સનું વેચાણ કર્યું છે. તાજેતરમાં લોન્ચ કરાયેલા ફ્રેન્ક્સના 9,683 યુનિટ્સનું વેચાણ થયું હતું.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે આનાથી બલેનોના વેચાણ પર અસર પડી શકે છે પરંતુ છેલ્લા મહિનામાં આવું બન્યું ન હતું. મે 2023માં 18,733 યુનિટ સાથે, બલેનો દેશમાં સૌથી વધુ વેચાતી કાર રહી છે. બલેનોના વેચાણમાં 34.09 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

મારુતિ ફ્રૉન્ક્સ બે એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે - 1.0-લિટર 3-સિલિન્ડર બૂસ્ટરજેટ પેટ્રોલ અને 1.2-લિટર કે-સિરીઝ પેટ્રોલ યુનિટ. તેનું 1.0-લિટર 3-સિલિન્ડર બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન 100bhp અને 147.6Nm જનરેટ કરે છે જ્યારે 1.2-લિટર કે-સિરીઝ પેટ્રોલ એન્જિન 90bhp અને 113Nm જનરેટ કરે છે.

તેના 1.2L એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 5-સ્પીડ AMTનો વિકલ્પ છે જ્યારે 1.0L ટર્બો પેટ્રોલમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. આ કાર 22.98kmpl સુધીની માઈલેજ આપી શકે છે.

તેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, 9-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, હેડ્સ-અપ ડિસ્પ્લે અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવી સુવિધાઓ છે. 

આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી

Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news