મારુતિ અને ટાટાની આ 2 Electric SUV મચાવશે ધૂમ! આવતા વર્ષે થશે લોન્ચ

Electric SUV: ટાટા મોટર્સ હાલમાં ભારતીય ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં લગભગ 80%ના બજાર પર પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી હજી સુધી ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશી નથી.

મારુતિ અને ટાટાની આ 2 Electric SUV મચાવશે ધૂમ! આવતા વર્ષે થશે લોન્ચ

Maruti EVX & Tata Curvv EV: ટાટા મોટર્સ હાલમાં ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં લગભગ 80% બજાર પર પ્રભુત્વ ધરાવે છે. તે જ સમયે, ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી હજી સુધી ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશી નથી. જો કે, 2024 માં સ્થીતિ બદલાશે. મારુતિ સુઝુકી 2024 માં મીડ સાઈઝની SUV સાથે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પ્રવેશવાની છે. બીજી તરફ, ટાટા મોટર્સ આવતા વર્ષની શરૂઆતમાં કર્વ કોન્સેપ્ટ પર આધારિત ઇલેક્ટ્રિક SUV કૂપ પણ લોન્ચ કરશે. 

MARUTI SUZUKI EVX
મારુતિ સુઝુકીએ ઓટો એક્સ્પો 2023માં EVX ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ શોકેઝ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારુતિ EVX ઇલેક્ટ્રિક SUVનું પ્રોડક્શન વર્ઝન 2024ના ત્રીજા ક્વાર્ટરમાં (એટલે ​​કે દિવાળીની આસપાસ) લોન્ચ કરવામાં આવશે. તે Mahindra XUV400 અને આવનારી Creta EV સાથે સ્પર્ધા કરશે. તેમાં 60kWhની LFP બ્લેડ સેલ બેટરી મળવાની અપેક્ષા છે.

નવી EVX ઈલેક્ટ્રિક SUVને Born-EV પ્લેટફોર્મ પર ડિઝાઈન અને બનાવવામાં આવશે. મારુતિ સુઝુકી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ EV સિંગલ ફુલ ચાર્જ પર 550 કિમીની રેન્જ આપશે. નવા મોડલની લંબાઈ લગભગ 4000 mm, પહોળાઈ 1800 mm અને ઊંચાઈ 1600 mm હોઈ શકે છે, તેનું વ્હીલબેઝ લગભગ 2700 mm હોઈ શકે છે.

TATA CURVV EV
Tata Motors એ એપ્રિલ 2022 માં Curvv EV કોન્સેપ્ટ શોકેઝ કર્યો હતો. કંપનીએ 2023 ઓટો એક્સપોમાં Curvvનું ICE વર્ઝન જાહેર કર્યું હતું. આ સાથે એ પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે કર્વ એસયુવી કૂપનું પ્રોડક્શન વર્ઝન 2024માં લોન્ચ કરવામાં આવશે. 

ઈલેક્ટ્રિક SUV કૂપનો મુકાબલો Mahindra XUV400, MG ZS EV અને Hyundai Kona EV અને Hyundai Creta EV અને Maruti eVX જેવી આવનારી ઈવી સાથે થશે. 

આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news