Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ

Maruti Suzuki CNG Cars: મારૂતિ સુઝુકીની સીએનજી કારોની જોરદાર ડિમાન્ડ છે. કંપની પાસે એપ્રિલ 2204 સુધી. 1.75 લાખ કારનો પેન્ડીંગ ઓર્ડર છે, જેમાં લગભગ 1 લાખ સીએનજી કાર છે. જો તમે પણ મારૂતિની નવી સીએનજી કાર ખરીદવા માંગો છો તો અહીં સૌથી વધુ ડિમાન્ડવાળી કાર વિશે જાણી શકો છો. 

Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ

Maruti Suzuki CNG Automatic Cars: સારી માઇલેજના લીધે CNG લીધે હંમેશા ડિમાન્ડ રહે છે. ઇન્ડીયામાં પણ સીએનજી કાર્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસકરીને મારૂતિ સુઝુકીની સીએનજી કાર સૌથી વધુ વેચાય છે. જો તમે પણ મારૂતિની સીએનજી કાર ખરીદવા માંગો છો તો તે પહેલાં જાણી લો કયા મોડલ્સ સૌથી ડિમાન્ડમાં છે. એપ્રિલ 2024 સુધી કંપની પાસે 1.75 લાખ કાર્સનો પેન્ડીંગ ઓર્ડર છે. તેમાં લગભગ 1 લાખ ઓર્ડર સીએનજી કાર્સનો સામેલ છે. 

સીએનજી કારમાં મારૂતિ અર્ટિગો, બ્રેજા અને ડિઝાયરની સૌથી વધુ ડિમાંડ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર વેચાણના મામલે મારૂતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર કંપની છે. એપ્રિલ 2024 માં કંપની 1.60 લાખ કારનું વેચાણ કર્યું છે. તેમાં એસયૂવી કારના વેચાણમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આવો મારૂતિની સૌથી વધુ ડિમાન્ડમાં રહેનાર સીએનજી કાર્સ વિશે જાણીએ. 

3 કારની સૌથી વધુ બુકિંગ
60,000 યૂનિટ્સ સાથે મારૂતિ પાસે અર્ટિગાની સૌથી વધુ બુકિંગ છે. ત્યારબાદ બ્રેઝાનો નંબર આવે છે, જેની 20,000 બુકિંગ છે. તો બીજી તરફ ડિઝાયરની 17,000 બુકિંગ નોંધાયેલી છે. મારૂતિ ડિઝાયરની કુલ બુકિંગમાં 60 ટકા બુકિંગ સીએનજી વર્જન છે. બાકી 40 ટકા બુકિંગ ડિઝાયરના પેટ્રોલ વેરિએન્ટની છે. 

SUV કાર્સનો બંપર સેલ
મારૂતિ સુઝુકી ઇન્ડીયાની કાર માર્કેટમાં 40.8 ટકા ભાગીદારી સાથે તગડો દબદબો ધરાવે છે. એપ્રિલના આંકડા અનુસાર મારૂતિ બ્રેજા કંપની સૌથી વધુ વેચાનારી એસયૂવી છે. જેના 17,113 યૂનિટ્સનું વેચાણ થયું છે. બ્રેજાના સેલમાં 44 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ 62.6 ટકા ગ્રોથ સાથે ફ્રોન્કસની 14,286 યૂનિટ્સ વેચાયા છે. 

મારૂતિએ વેચી 4.5 લાખ સીએનજી કાર
ગત મહિને મારૂતિએ ગ્રાંડ વિટારાની 7,651 યૂનિટ્સ વેચાયા છે. જ્યારે જિમ્નીના 5,700 યૂનિટ્સને સેલ કરવામાં આવ્યા છે. જીમ્નીનો એક્સપોર્ટ વધીને લગભગ 4,000 યૂનિટ્સ પર પહોંચી ગયો છે. આ ભારતના સૌથી મોટા એક્સપોર્ટ થનાર કારમાં સામેલ છે. 

મારૂતિના કુલ વેચાણમાં સીએનજી કારનો 36 ટકા ભાગ રહ્યો. આ ઉપરાંત કંપનીએ 4.5 લાખ સીએનજી કાર વેચીને ગત નાણાકીય વર્ષને પુરૂ કર્યું છે. આ નાણાકીય વર્ષમાં કંપની 6 લાખ સીએનજી કાર વેચવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news