ગુજરાતની આ સીટ પર જ્ઞાતિવાદ હાવી: ક્ષત્રિય અને પાટીદારોના મતો બાજી બદલી કાઢશે

Loksabha Election 2024: ગુજરાતમાં સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું નાકું કહેવાય છે. જેનો કેટલોક વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે. આ લોકસભા બેઠક એ કોળી સમાજનો ગઢ ગણાય છે. ભાજપ માટે આસાન ગણાતી આ બેઠક પર હવે સમીકરણો બદલાયા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ માટે સરળ ગણાતી સીટ હવે ટેન્શનનું કારણ બની છે.

ગુજરાતની આ સીટ પર જ્ઞાતિવાદ હાવી: ક્ષત્રિય અને પાટીદારોના મતો બાજી બદલી કાઢશે

Loksabha Election 2024: ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાના ભાજપના દાવા વચ્ચે સુરત એક બેઠક તો હવે બિનહરિફ થઈ ગઈ છે. ગુજરાતમાં સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું નાકું કહેવાય છે. જેનો કેટલોક વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે. આ લોકસભા બેઠક એ કોળી સમાજનો ગઢ ગણાય છે. ભાજપ માટે આસાન ગણાતી આ બેઠક પર હવે સમીકરણો બદલાયા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ માટે સરળ ગણાતી સીટ હવે ટેન્શનનું કારણ બની છે. ભાજપે અહીં હવે મહેનત કરવાના દિવસો આવ્યા છે. હવે ગણતરીના દિવસો બાકી છે. 7 તારીખે મતદાન થવાનું છે ત્યારે જ્ઞાતિવાદમાં દબદબો ધરાવતી આ સીટ પર ક્ષત્રિયો અને પાટીદારોના મત ભાજપ અને કોંગ્રેસની બાજી બગાડી શકે છે. 

ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ખરાખરીનો જંગ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી છે. આઝાદી પછી આ બેઠકનું નામ શરૂઆતમાં ઝાલાવાડ હતું. ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી એ સ્થિતિ રહી હતી. એ પછી સુરેન્દ્રનગર નામ કરી દેવાયું છે. શરૂઆતની ચૂંટણીઓમાં આ બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ હતુ. પરંતુ 1989ની ચૂંટણીથી ભાજપે પોતાની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ખરાખરીનો જંગ રહે છે. 

સોમા પટેલને હરાવીને આ બેઠક ભાજપને ભેટ ધરી હતી
ગુજરાતમાં 1989 પછીની 9 લોકસભા ચૂંટણીમાં છ વાર ભાજપે જીત મેળવી જ્યારે 3 વાર કોંગ્રેસ જીતી છે.  2019ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના મહેન્દ્ર મુંજપરાની 58.41 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6,31,844 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 2,77,437 મતના માર્જીનથી જીતી હતી. ગત લોકસભામાં પણ ચુવાળિયા કોળી સમાજના મહેન્દ્ર મુંજપરાએ આ બેઠક પર સોમા પટેલને હરાવીને આ બેઠક ભાજપને ભેટ ધરી હતી. 

ચંદુભાઈ શિહોરાએ હળવદ તાલકા પંચાયતના કારોબારી ચેરમેન અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. શિહોરા એ ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. તો ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસી કાર્યકારી પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. એમના પિતાનો કોળી સમાજ પર જબરદસ્ત દબદબો રહ્યો છે. 

ઋત્વિક મકવાણા ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા
મકવાણાને તળપદા કોળી જ્ઞાતિ પર પ્રભુત્વ હોવાની સાથે વર્ષોથી કોંગ્રેસનો સાથ ટિકિટનું કારણ બન્યું છે. ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે, 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022માં હાર થઈ, તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે

શું છે સુરેન્દ્રનગરમાં જ્ઞાતિ સમીકરણો?
સુરેન્દ્રનગરમાં જ્ઞાતિ સમીકરણો જોઈએ તો કોળી 5.89 લાખ, ક્ષત્રિય 2.23 લાખ, દલિક 2.03 લાખ, માલધારી 1.83 લાખ, મુસ્લિમ 1.01 લાખ, બ્રાહ્મણ 61 હજાર અને જૈન 41 હજાર છે. આમ સુરેન્દ્રનગરમાં 20 લાખ મતદારો છે. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. સાતમાંથી બે વિધાનસભા વિસ્તાર વિરમગામ અને ધંધૂકાનો વહિવટી રીતે અમદાવાદ જિલ્લો લાગે છે. સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ એટલે કે SC જ્ઞાતિ માટે અનામત છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો ભાજપે જીતી હતી.

ચોટીલામાં મકવાણા હાર્યા હતા...
અહીં જ્ઞાતિ સમીકરણો જોઈએ તો ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ચંદુભાઈ શિહોરા તેમજ કોંગ્રેસે તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં વસતિની દૃષ્ટિએ ચુંવાળિયા કોળી કરતા તળપદા કોળી વધુ છે, આમ છતાં ભાજપે અન્ય સીટના બેલેન્સ સાધવા માટે ચુંવાળિયા કોળીને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ધ્રાંગધ્રા અને હળવદવાળા પટ્ટામાં ચુંવાળિયા કોળીની વસતિ વધુ છે. જ્યારે ચોટીલા, સાયલા અને લીંબડીવાળા પટ્ટામાં તળપદા કોળી વધુ છે. આમ છતાં ચોટીલામાં મકવાણા હાર્યા હતા એ પણ ન ભૂલવું જોઈએ.

તળપદા કોળી સમાજના અંદાજે 3 લાખ 83 હજાર
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સોમા પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બંને કોંગ્રેસમાંથી સાંસદ બન્યાં છે. દેવજીભાઈ ફતેપરા અને ડૉ.મહેન્દ્ર મુંજપરાની ભાજપમાંથી સાંસદ બન્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અહીં કોળી ઉમેદવાર પસંદ કરે છે. ચૂંટણી સમયે પાટીદાર, આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે છે. આ બેઠક પર તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ છે. તળપદા કોળી સમાજના અંદાજે 3 લાખ 83 હજાર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news