નવા અવતારમાં જોવા મળશે તમારી પ્યારી વાન, નવા લુકના થઇ જશો દિવાના
મારૂતિ સુઝુકીની સૌથી મોટી સસ્તી 7 સીટર કાર ઇકોને આગામી સમયમાં ડિસકંટીન્યૂ કરવામાં આવી શકે છે, એટલે કે આ કોમર્શિયલ અને પેસેન્જર્સ વ્હીકલ બંધ થઇ શકે છે. આ સમાચાર સાંભળી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી.
Trending Photos
New Generation Maruti Suzuki Eeco: મારૂતિ સુઝુકીની સૌથી મોટી સસ્તી 7 સીટર કાર ઇકોને આગામી સમયમાં ડિસકંટીન્યૂ કરવામાં આવી શકે છે, એટલે કે આ કોમર્શિયલ અને પેસેન્જર્સ વ્હીકલ બંધ થઇ શકે છે. આ સમાચાર સાંભળી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. ભારતની સૌથી મોટી વાહન નિર્માતા મારૂતિ સુઝુકી ઇન્ડીયા લિમિટેડ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2022 સુધી નવી જનરેશન ઇકો વાન લોન્ચ કરવાની છે. એક મિડીયા રિપોર્ટના હવાલેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપની 11 વર્ષ બાદ ભારતની સૌથી મોટી વેચાનાર વાનને સંપૂર્ણ નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની આ કારની નિર્યાત શરૂ કરી શકે છે.
મારૂતિ સુઝુકી ઇકોના નેકસ્ટ જનરેશન મોડલને આ વર્ષે ફેસ્ટિવલ સીઝન સુધી લોન્ચ કરી શકે છે. ચાલો, હવે તમને ડિટેલમાં જણાવીએ કે મારૂતિ સુઝુકીની જે કાર અને વાન દર મહિને ખૂબ વેચાય છે, તેને ડિસકંટૂન્યૂ કેમ કરવામાં આવી શકે છે?
હાલની ઇકોના ફીચર્સમાં ઘણી ઉણપ છે અને તેમાં પાવર સ્ટીયરિંગ પણ નથી. તેમાં એસી પણ ઓપ્શનલ અને એક ઓછા વેરિએન્ટમાં છે. આ કાર સ્ટાર્ડન્ડ મોડલમાં પણ ડિસેમ્બર 201 બાદ ડુઅલ એરબેગ્સ અને એબીએસ આપવામાં આવ્યા છે. નહીતર પહેલાં ફક્ત ડ્રાવિંગ સીટ સુધી એરબેગ સીમિત હતે. વર્ષ 2010 માં મારૂતિ ઓમનીને ડિસકંટીન્યૂ કરી મારૂતિ ઇકો લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક કોસ્મેટેટિક અને મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા હતા.
વિદેશી માર્કેટમાં આ કારને પોપ્યુલર બનાવવા માટે કંપની નવી જનરેશન ઇકોની સાથે પાવર સ્ટેયરિંગ આપવાની છે. 2010 પહેલીવાર લોન્ચ આ વાનને લોન્ચ કરવામાં આવી હતી અને લોન્ચને બે વર્ષમાં જ તેની 1 લાખ યૂનિટ વેચવામાં સફળ રહી હતી. 2018 માં આ કારના 5 લાખ યૂનિટનું વેચાણનું આંકડા કંપનીને પુરો કરવામાં આવ્યો હતો.
31 માર્ચ 2022 ને ખતમ થયેલા નાણાકીય વર્ષમાં ઇકો 9,500 યૂનિટ કંપનીએ ઘરેલૂ માર્કેટમાં વેચી છે. તમને જણાવી દઇએ કે આ સેગમેંટમાં મારૂતિ સુઝુકી ઇકો વાનનો કોઇ સીધો મુકાબલો નથી. એવામાં તેનું વેચાણ જોરદાર થાય છે. આ ઉપરાંત ખૂબ જલદી કંપની 5 દરવાજાવાળી જિમ્મી ઓફર રોડર પણ લોન્ચ થવાની છે જે સારા લુક અને શાનદાર અંદાજમાં આવશે. આ ઉપરાંત મારૂતિસુઝુકીએ પોતાનું વઅધુ ધ્યાન સીએનજી એગમેંટ પણ લગાવ્યું છે, કંપની હાલની કારોના સીએનજી વેરિએન્ટ લોન્ચ કરી શકે છે. જેમાં વિટારા બ્રેજા સીએનજી પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે