IPLમાં રાજસ્થાનના આ ખેલાડીઓ તોડી શકે છે ગુજરાતનું સપનુું, એકથી તો ડરે છે બધી ટીમો

IPL 2022ના ફાઈનલને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની બરાબરની ટક્કર છે. ત્યારે વાત કરીશું રાજસ્થાનની ટીમના એવા ખેલાડીઓની જે ગુજરાત માટે ખતરો સાબિત થઈ શકે છે.

IPLમાં રાજસ્થાનના આ ખેલાડીઓ તોડી શકે છે ગુજરાતનું સપનુું, એકથી તો ડરે છે બધી ટીમો

નવી દિલ્લીઃ આઈપીએલ 2022ના ફાઈનલનો જંગ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. પહેલી જ વાર રમી રહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ આઈપીએલની ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે તેમનો મુકાબલો અનુભવી ટીમ રાજસ્થાન રોયલ્સ સામે છે. આમ તો આ સિઝનમાં ગુજરાતે રાજસ્થાનને બે વાર હરાવ્યું છે પરંતુ રાજસ્થાનના કેટલાક ખેલાડીઓ એવા છે જે ગુજરાત માટે ખતરો સાબિત થઈ શકે છે.

'જોશ'માં છે બટલર-
રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોશ બટલર આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેમણે ગઈ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તોફાની 106 રનની ઈનિંગ રમી હતી. આ સિઝનમાં બટલકે 58.86ની સરેરાશથી 824 રન બનાવ્યા છે. જો બટલર જોશમાં આવી ગયા તો ગુજરાતની ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે.

તહેલકો મચાવી શકે ચહલ-
યુઝવેન્દ્ર ચહલ ગુજરાત માટે બીજો ખતરો સાબિત થઈ શકે છે. યુઝવેન્દ્રએ આ સિઝનમાં 7.92ની એવરેજથી 26 વિકેટ લીધી છે. જો કે, છેલ્લી બે મેચમાં યુઝીએ એક પણ વિકેટ નથી લીધી. એવામાં ચહલ આ મેચમાં ઘાતક સાબિત થઈ શકે છે.

પ્રસિદ્ધ ક્રિષ્ના-
યુવા અને ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના લયમાં લાગી રહ્યા છે. બીજા ક્વોલિફાયરમાં ક્રિષ્નાની શાનદાર બોલિંગના કારણે જ જીત મળી હતી. 18 મેચમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 8.18ની સરેરાશથી 18 વિકેટ લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચમાં પ્રસિદ્ધ ખીલ્યા હતા. એવામાં તે ગુજરાતની ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news