જબરદસ્ત માઈલેજ અને સાવ સસ્તી 7 સીટર કારે ગ્રાન્ડ વિતારાને પછાડી, કિંમત 5.33 લાખથી શરૂ

મારુતિ સુઝૂકીએ પોતાના માર્ચ મહિનાનો વેચાણ રિપોર્ટ જાહેર કરી દીધો છે. કંપનીની 10 સૌથી વધુ વેચાતી ગાડીઓની યાદીમાં સૌથી ઉપર વેગનઆરનું જ નામ છે. પરંતુ એક એવી કાર પણ યાદીમાં સામેલ થઈ છે જેણે વેચાણના મામલે ગ્રાન્ડ વિતારાને પણ પાછળ છોડી દીધી છે.

જબરદસ્ત માઈલેજ અને સાવ સસ્તી 7 સીટર કારે ગ્રાન્ડ વિતારાને પછાડી, કિંમત 5.33 લાખથી શરૂ

મારુતિ સુઝૂકીએ પોતાના માર્ચ મહિનાનો વેચાણ રિપોર્ટ જાહેર કરી દીધો છે. કંપનીની 10 સૌથી વધુ વેચાતી ગાડીઓની યાદીમાં સૌથી ઉપર વેગનઆરનું જ નામ છે. પરંતુ એક એવી કાર પણ યાદીમાં સામેલ થઈ છે જેણે વેચાણના મામલે ગ્રાન્ડ વિતારાને પણ પાછળ છોડી દીધી છે. આ એક એવી સેવન સીટર કાર છે જે આ સેગમેન્ટમાં સૌથી સસ્તી કાર છે. જાણો આ કાર વિશે અને તેના ફીચર વિશે...

ગ્રાન્ડ વિતારા પર ભારે પડી આ કાર
ગત મહિને માર્ચ 2024માં મારુતિ સુઝૂકીની જે ગાડીઓ વેચાઈ તેમાં આ સસ્તી સેવન સીટર કારે ગ્રાન્ડ વિતારાને વેચાણમાં પાછળ છોડી દીધી. આ ગાડી છે મારુતિ સુઝૂકી EECO. જેના માર્ચ મહિનામાં 12,019 યુનિટ્સ વેચાયા. જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં આ આંકડો 11,995 હતો. ટોપ 10માં ઈકો 8માં નંબરે રહી. પ્રીમિયમ એસયુવી ગ્રાન્ડ વિતારાના કુલ 11,232 યુનિટ્સ વેચાયા અને આ વખતે તે 9માં નંબરે રહી. એટલે કે વેચાણના મામલે આ ઈકો કારે ગ્રાન્ડ વિતારાને પછાડી દીધી. 

આટલી મળે છે માઈલેજ
મારુતિ સુઝૂકી ઈકોમાં 1.2L લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે. જે 80.76 PS નો પાવર અને 104.4 Nm નો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો પેટ્રોલ મોડ પર ઈકો 20kmpl ની માઈલેજ ઓફર કરે છે જ્યારે CNG મોડ પર તે 27km/kg ની માઈલેજ આપે છે. સેફ્ટી માટે તેમાં 2 એરબેગ, ABS+EBD, સ્લાઈડિંગ ડોર્સ, ચાઈલ્ડ લોક અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ફિચર્સ મળે છે. કારની કિંમત 5.33 લાખ (Ex-Showroom Price) થી શરૂ થાય છે. 

મારુતિની 10 સૌથી વધુ વેચાયેલી કારો (March 2024)

1. WagonR: 16,368 યુનિટ
2. Dzire: 15,894 યુનિટ
3. Swift: 15,728 યુનિટ
4. Baleno: 15,588 યુનિટ
5. Ertiga: 14.888 યુનિટ
6. Brezza: 14,614 યુનિટ
7. Fronx: 12,531 યુનિટ
8. Eeco: 12,019 યુનિટ
9. G.Vitara: 11,232 યુનિટ
10. Alto: 9,332 યુનિટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news