ગુજરાતમાં લોકસભા કરતાં આ મંદિરની ચૂંટણી હતી ટોપ પ્રાયોરિટીમાં, આ પક્ષનો રહ્યો દબદબો

Gadhada Gopinath Temple Election Result: રવિવારે ગઢડા ગોપિનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે.

ગુજરાતમાં લોકસભા કરતાં આ મંદિરની ચૂંટણી હતી ટોપ પ્રાયોરિટીમાં, આ પક્ષનો રહ્યો દબદબો

ગઢડાઃ  ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. દેવ પક્ષના તમામ 6 ઉમેદવારો તેમજ 1 બિનહરીફ થતાં તમામ બેઠકો પર  દેવ પક્ષનો વિજય થયો છે. જ્યારે આચાર્ય પક્ષના તમામ ઉમેદવારની હાર થઈ છે. આચાર્ય પક્ષ દ્વારા હાર પાછળ મતદારયાદીમાંથી નામ કમી કરી એક તરફી ચૂંટણી યોજી 2000 મત મળ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર્ય પક્ષ દ્વારા મતદાર યાદી મામલે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. બીજીતરફ દેવ પક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ જીતની ખુશી વ્યક્ત કરી હતી.

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ગઈકાલે તારીખ 21 એપ્રિલના રોજ કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.  ત્યારબાદ આજરોજ મતગણતરી ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં હાથ ધરવામાં આવેલ હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમજ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 7 બેઠકો ટેમ્પલ બોર્ડમાં આવે છે જેમાં એક બેઠક બિનહરીફ થતા તમામ 6 બેઠકો દેવ પક્ષના ફાળે ગઈ હતી.

આ ઉમેદવારોની થઈ જીત
ગ્રહસ્થ વિભાગ

1.જનકભાઈ મોહનભાઇ પટેલ 10773 મત મળેલ

2. બટુકભાઈ ઓધવજી પટેલ..10779 મત મળેલ

3..વિનુભાઈ ભવાનભાઈ રાખોલીયા...10742 મત મળેલ

4..સુરેશભાઈ દામજીભાઈ ગાબાણી...10706 મત મળેલ.

સાધુ વિભાગ દેવ પક્ષ

1..શાસ્ત્રી હરિજીવન દાસજી...107

પાર્ષદ વિભાગ દેવ પક્ષ

1...પોપટ ભગત...62

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી મામલે આજે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકો પર દેવ પક્ષની જીત થઈ છે. દેવપક્ષ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દેવ પક્ષે કહ્યું કે લોકોએ મંદિરના વિકાસને જોઈ મત આપ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news