Sale News

કોરોનાએ આર્થિક સ્થિતી બગડી, એપ્રીલમાં મારુતીની એક પણ ગાડી નથી વેચાઇ
કોરોના મહામારીએ (Coronavirus) ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. વાયરસનાં પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા લોકડાઉને અનેક ઉદ્યોગોની કમર તોડી નાખી છે. ઓટો ઇન્ડસ્ટ્રી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. સમગ્ર દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki) ગત્ત મહિનામાં એક પણ ગાડી નથી વેચી શકે. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, એપ્રીલ મહિનામાં મારુતીની એક પણ કારનું વેચાણ નથી થયું. કંપનીએ શુક્રવારે ગાડીઓનાં વેચાણના આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર એપ્રીલમાં તેની ગાડીઓનો કોઇ ખરીદદાર નથી મળ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. 
May 1,2020, 21:40 PM IST

Trending news