લોકોની પહેલી પસંદ બની ₹6.66 લાખવાળી આ કાર, અલ્ટ્રોઝ, i20 ને પછાડી વેચાણમાં બની No 1

Automobile : પાછલા નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન પણ પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કારનું ખુબ વેચાણ થયું છે. આ સેગમેન્ટમાં મારૂતિ બલેનો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ આઈ20 અને ટોયોટા ગ્લેન્ઝા કાર પણ ખુબ જાણીતી છે. તમે પણ ખરીદવા માગતો હો તો તમે એકવાર ટ્રાય કરી શકો છો. 

લોકોની પહેલી પસંદ બની ₹6.66 લાખવાળી આ કાર, અલ્ટ્રોઝ, i20 ને પછાડી વેચાણમાં બની No 1

Automobile : ભારતીય ગ્રાહકો વચ્ચે હેચબેક કારોની ડિમાન્ડ હંમેશાથી વધુ રહી છે. હેચબેક સેગમેન્ટમાં મારૂતી સ્વિફ્ટ, વેગનઆર, બલેનો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ i20 અને ટોયોટા ગ્લેંન્ઝા જેવી કાર સૌથી વધુ જાણીતી છે. તમને જણાવી દઈએ કે હેચબેક કારોનું મેન્ટેનન્સ ઓછું હોવાની સાથે કિંમત પણ ઓછી હોય છે. પરંતુ લોકો પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કારોને ખુબ પસંદ કરે છે.

જો પાછલા નાણાકીય વર્ષ 2023-2024ની વાત કરીએ તો આ દરમિયાન પણ પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કારોનું ખુબ વેચાણ થયું છે. આવો જાણીએ FYમાં થયેલી પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કારોના વેચાણ વિશે. તમે જો કાર લેવાનો વિચાર કરી રહ્યાં હો તો આ કારને પસંદ કરી શકો છો. 

આ કારે હાસિલ કરી ટોપ પોઝિશન
એકવાર ફરી પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કારના વેચાણમાં પાછલા નાણાકીય વર્ષ દરમિયાન મારૂતિ સુઝુકી બલેનો (Maruti Baleno)એ ટોપ પોઝીશન હાસિલ કરી છે. આ દરમિયાન મારૂતિ બલેનોએ કુલ 1,95,660 યુનિટ કારનું વેચાણ કર્યું છે. પ્રીમિયમ હેચબેક સેગમેન્ટના વેચાણના આ લિસ્ટમાં બીજા સ્થાને ટાટા અલ્ટ્રોઝ રહી. ટાટા અલ્ટ્રોઝે આ દરમિયાન 70,162 યુનિટ કારનું વેચાણ કર્યું છે.

ત્રીજા સ્થાને 69,988 યુનિટ કારના વેચાણ સાથે હ્રુન્ડાઈ i20 રહી. તો ચોથા નંબર પર 52,262 યુનિટ કારના વેચાણ સાથે ટોયોટા ગ્લેંન્ઝા રહી.

સુઝુકી બલેનો એક 5-સીટર હેચબેક કાર

મારૂતિ સુઝુકી બલેનો એક 5-સીટર હેચબેક કાર છે, જેમાં ગ્રાહકોને 1.2 લીટરનું ડ્યુલઝેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે, જે 90bhp નો મહત્તમ પાવર અને 113Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

કારનું એન્જિન 5-સ્પીડ મેનુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. નોંધનીય છે કે મારૂતિ સુઝુકી બલેનોમાં ગ્રાહકોને સીએનજી પાવરટ્રેનનો પણ વિકલ્પ મળે છે.

આટલી છે મારૂતિ બલેનોની કિંમત
બીજીતરફ કારના ઈન્ટીરિયરની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ ફીચરની સાથે એપલ અને એન્ડ્રોઇડ કારપ્લે કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ સિવાય સેફ્ટી માટે કારમાં 6 એરબેગ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. મારૂતિ બનેલોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.66 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 9.88 લાખ રૂપિયા સુધી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news