Mahindra લઈને આવી રહી છે પોતાની દમદાર 7-સીટર SUV, મળશે શાનદાર લેટેસ્ટ ફીચર્સ

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Mahindra and Mahindraની બહુપ્રતીક્ષિત 7-સીટર XUV 700ના કાર પ્રેમીઓ છેલ્લા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. રિપોર્ટ મુજબ મહિન્દ્રા આ વર્ષે 15 ઓગસ્ટના XUV 700નું ગ્લોબલ ડેબ્યુ કરી શકે છે. ત્યારબાદ આ SUV 2 ઓક્ટોબરના લોન્ચ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે મહિન્દ્રાએ ગત વર્ષે લાઈફસ્ટાઈલ SUV ન્યુ જનરેશન મહિન્દ્રા થારના લોન્ચિંગ સમયે ઠીક આજ રીત અપનાવી હતી.

Mahindra લઈને આવી રહી છે પોતાની દમદાર 7-સીટર SUV, મળશે શાનદાર લેટેસ્ટ ફીચર્સ

નવી દિલ્લીઃ દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Mahindra and Mahindraની બહુપ્રતીક્ષિત 7-સીટર XUV 700ના કાર પ્રેમીઓ છેલ્લા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. રિપોર્ટ મુજબ મહિન્દ્રા આ વર્ષે 15 ઓગસ્ટના XUV 700નું ગ્લોબલ ડેબ્યુ કરી શકે છે. ત્યારબાદ આ SUV 2 ઓક્ટોબરના લોન્ચ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે મહિન્દ્રાએ ગત વર્ષે લાઈફસ્ટાઈલ SUV ન્યુ જનરેશન મહિન્દ્રા થારના લોન્ચિંગ સમયે ઠીક આજ રીત અપનાવી હતી. XUV700 SUV XUV500ને રિપ્લેસ કરશે. કંપની આ કારને જલ્દ 5-સીટર આઉટલેટ સાથે લોન્ચ કરશે જે પોતાના સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવી કારોને ટક્કર આપશે.

Mahindra XUV700ના લોન્ચિંગ પહેલા આ કારને અનેકવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. આ વખતે આ SUVના ઈન્ટીરિયરની કેટલીક તસ્વીરો સામે આવી છે. રિપોર્ટ મુજબ કારના ઈન્ટીરિયરની તસ્વીરો આ વખતે સાફ છે, જેમાં કારના કેબિન અંગે માહિતી સામે આવી છે. નવી XUV 700 હાલની XUV500ના મુકાબલે તદ્દન નવા ફીચર્સ અને પ્રીમિયમ કેબિન સાથે જોવા મળશે. કંપની પહેલા જ ટીઝર વીડિયોની એક સીરિઝ દ્વારા XUV 700ના અનેક એડવાંસ્ડ ફીચર્સની માહિતી આપી ચુકી છે. આમાં અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આ સેગમેન્ટની કોઈ પણ કારમાં પહેલીવાર આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ હાલમાં સ્પોટ થયેલી મોડલ SUVનું મિડ લેવલ ટ્રીમ લાગે છે. નવી SUVમાં મેન્યુઅલ ગીયરબોક્સ યુનિટ આપવામાં આવ્યું છે. આમાં એક મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે, જેને લેધરથી કવર કરવામાં આવ્યું છે. સ્ટીયરિંગ વ્હીલ પર અનેક બટન આપવામાં આવ્યા છે. કારમાં બિગ સ્ક્રિન આપવામાં આવી છે. જે એક ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ અને બીજો ભાગ ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ ડિસ્પ્લેના રૂપમાં કામ કરશે.

કારનું ઈન્ટીરિયર:
XUV 700ના ડેશબોર્ડ ડિઝાઈન, ફિટ એન્ડ ફિનિશ અને પ્લાસ્ટિકની ક્વોલિટી XUV 500ની સરખામણીએ વધુ શ્રેષ્ઠ છે. AC વેન્ટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ નીચે આપવામાં આવ્યું છે. અને તેની નીચે AC કંટ્રોલ બટન આપવામાં આવ્યું છે. આ કારમાં ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ, ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા હાઈ-એન્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પ્રીમિયમ ફીચર્સ મળશે:
મહિન્દ્રાની નવી SUVમાં 5 શાનદાર ફીચર્સ મળશે. આમાં સ્માર્ટ ડોર હેંડલ, ઓટો બુસ્ટર હેડલેમ્પ્સ, પર્સનલાઈઝડ સેફ્ટી એલાર્મ સિસ્ટમ, ડ્રાઈવર ડ્રોસિનેસ ડિટેક્શન અને સેગમેન્ટનું સૌથી મોટું પેનોરોમિક સનરૂફ સામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે મહિન્દ્રાની પહેલી કાર હશે જેમાં લેવલ 1 ADAS(એડવાંસ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા ફીચર્સ રજૂ કરશે. લેવલ 1 ADASમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, બ્લાઈંડ સ્પોટ ડિટેક્શન, ઓટોનોમસ બ્રેકિંગ અને લેન કીપ આસિસ્ટ જેવા ફીચર્સ મળે છે.

એન્જીન અને પાવર:
મહિન્દ્રાની આ કારમાં 2 એન્જીન ઓપશન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં 2.0 લીટર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 2.2 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન સામેલ છે. પેટ્રોલ એન્જીન 188BHPનો પાવર અને 380NMનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જીનમાં 185BHPનો પાવર જનરેટ કરે છે. આ કારમાં ટ્રાન્સમિશન વિકલ્પમાં 6-સ્પીડ મેન્યુલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સામેલ છે. આ કારને માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ સાથે પણ રજૂ કરવામાં આવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news