લોન્ચ થઈ ગઈ મારુતિની લિમિટેડ એડિશન, કિંમત છે....
મારુતિનો સમાવેશ દેશની લોકપ્રિય ઓટોમોબાઇલ બ્રાન્ડમાં થાય છે
Trending Photos
નવી દિલ્હી : મારુતિ દેશની સૌથી લોકપ્રિય ઓટોમોબાઇલ બ્રાન્ડ છે. ભારતમાં દિવાળી વખતની ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં લઈને કંપનીએ ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલી પોતાની સ્વિફ્ટ કારનું લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ લિમિટેડ એડિશનને જૂની કિંમત 4.99 લાખ રૂપિયામાં જ લોન્ચ કરાઈ છે. સ્વિફ્ટ લિમિટેડ એડિશન તેનું બેઝ વેરિયન્ટ LXi અને LDi પર આધારિત છે.
લિમિટેડ એડિશનની ખાસિયતો
- બે સ્પીકરની સાથે સિંગલ-ડિન બ્લૂટૂથ સ્ટીરિયો અને બ્લેક પેટેન્ડ વ્હીલ કેપ
- ફ્રંટ પાવર વિંડો
- એબીએસ
- ડ્યૂલ ફ્રંટ એરબેગ્સ
- રિયર પાર્કિંગ સેન્સર
- 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપેલું છે, જે 82bhpનો પાવર જનરેટ કરે છે
- 1.3 લીટર ડીઝલ એન્જિન 74bhpનો પાવર જનરેટ કરે છે
સ્વિફ્ટ મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. કંપની દર મહિને એવરેજ 19,000 યુનિટ સ્વિફ્ટ વેચી રહી છે. સ્વિફ્ટની જોરદાર સ્પર્ધા હ્યુંડાઈ ગ્રાન્ડ આઈ 10 અને ફોર્ડ ફ્રિ સ્ટાઈલ સાથે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે