ભૂલી જાવ Electric કાર, આ કંપની લાવી રહી છે દુનિયાની પ્રથમ Solar Power કાર
હ્યુન્ડાઇ મોટરે મંગળવારે ભારતમાં પહેલી ફૂલ ઇલેક્ટ્રિક કાર Hyundai Kona લોન્ચ કરી. એકવાર ફૂલ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટરનું અંતર કાપે છે. ઇલેક્ટ્રિક કારને નેક્સ્ટ જનરેશનની કાર કહીએ તો ખોટું નથી. હવે સમયની જરૂરિયાત બની ગઇ છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી ઓટોમોબાઇલ કંપનીઓ પણ છે જે તેનાથી પણ બે ડગલાં આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: હ્યુન્ડાઇ મોટરે મંગળવારે ભારતમાં પહેલી ફૂલ ઇલેક્ટ્રિક કાર Hyundai Kona લોન્ચ કરી. એકવાર ફૂલ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટરનું અંતર કાપે છે. ઇલેક્ટ્રિક કારને નેક્સ્ટ જનરેશનની કાર કહીએ તો ખોટું નથી. હવે સમયની જરૂરિયાત બની ગઇ છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી ઓટોમોબાઇલ કંપનીઓ પણ છે જે તેનાથી પણ બે ડગલાં આગળ છે. આ કંપનીઓ સોલર એનર્જી દ્વારા ચાલનાર કાર પર ઝડપથી કામ કરી રહી છે. એવામાં નેધરલેંડની કંપની Lightyear એ સોલાર પાવર કારનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી લીધું છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) એ તે તેને લઇને એક વીડિયો પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે. આખા દિવસમાં આ કાર એટલી ચાર્જ થઇ જાય છે કે 100 કિલોમીટરનું અંતર આરામથી કાપી શકે છે. આ કારની છત અને બોડીમાં સોલાર પેનલની માફકના મટેરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે દિવસમાં આ કાર ચાલતાં જ ચાર્જ થતી રહે છે. એટલા માટે ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી. જોકે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. બેટરી ફૂલ ચાર્જ થતાં આ 725 કિલોમીટરનું અંતર સરળતાથી કાપે છે.
Light years ahead of rivals.
📕 Read more: https://t.co/5m2d9heItz #energy #cars pic.twitter.com/eO1cmbOkZO
— World Economic Forum (@wef) July 9, 2019
આ વીડિયોના અનુસાર કારનું નામ Lightyear One રાખવામાં આવ્યું છે જેને 2021 સુધી બજારમાં ઉતારવાની યોજના છે. તેની કિંમત 1.5 લાખ પાઉન્ડની આસપાસ હોઇ શકે છે. આ પ્રકારની બીજી સોલાર પાવર કાર પર જર્મન ઓટોબાઇલ સ્ટાર્ટઅપ Sono Motors કામ કરી રહી છે. Lightyear One ના મુકાબલે આ ખૂબ સસ્તી છે. તેની કિંમત 25000 પાઉન્ડની આસપાસ હશે. સોલાર ચાર્જ પર આ કાર 34 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ પ્રકારે જાપાની ઓટોમેકર ટોયોટો પણ સોલાર કાર પર કામ કરી રહી છે. કંપનીએ આ કારનું નામ Toyota Hybrid Prius રાખ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ માટે ગાડીઓથી થનાર પ્રદૂષણ ખૂબ મોટું જવાબદાર ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર યૂરોપમાં 12 ટકા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન તો કારમાંથી નિકળતા ધૂમાડાથી થાય છે. તેથી યૂરોપમાં 2018માં ઇલેક્ટ્રિક કારનું વેચાણમાં 33 ટકાનો વધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલ અને યુદ્ધની આશંકાઓના ચલતે ક્રૂડ ઓઇલની કિંમત સતત વધે-ઘટે છે. એટલા માટે ઓઇલ ખરીદનાર દેશ ઇલેક્ટ્રિક વ્હીકલને વધુથી વધુ પ્રમોટ કરી રહ્યા છે. તેના માટે તમામ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
ઇલેક્ટ્રિક કાર ખરીદતાં વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની છૂટ
ભારત સરકાર પણ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. આ બજેટમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી, ઇલેક્ટ્રિક કાર લોનની ઇએમઆઇમાં વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની વાર્ષિક છૂટ મળશે. જોકે લોન પર તેની સીમા 2.5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત લીથિયમ-આયન બેટરી પર ઇંપોર્ટ ડ્યૂટી ભરવી નહી પડે. આ બેટરીનું ભારતમાં પ્રોડક્શન થતું નથી. FAME-2 (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ) યોજના માટે 10 હજાર કરોડની જાહેરાત પહેલાં જ કરી ચૂકી છે. આ ઓફર દ્વારા સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે