દર વર્ષે 2,75,000 જૂના ટાયર હટાવી નવા લગાવવામાં આવે છે, શું તમે જાણો છો જૂના ટાયરોનું શું થાય છે?

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મામલા માટે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં લગભગ 2,75,000 ટાયર કાઢી નાખવામાં આવે છે, જ્યારે તેના નિકાલ માટે કોઈ વ્યાપક યોજના નથી.

દર વર્ષે 2,75,000 જૂના ટાયર હટાવી નવા લગાવવામાં આવે છે, શું તમે જાણો છો જૂના ટાયરોનું શું થાય છે?

નવી દિલ્હી: આજકાલ મોટાભાગના ઘરોમાં વાહન હોય છે. જો તમારા ઘરમાં પણ વાહન છે, તો તમને ખબર હશે કે થોડા સમય પછી વાહનના ટાયર ખરાબ થવા લાગે છે. આ કારણોસર તેને બદલવામાં આવે છે અને જૂના ટાયર દૂર કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે જૂના ટાયર સાથે શું કરવામાં આવે છે? જો આ સવાલ તમારા મનમાં પણ આવે છે પરંતુ તમને જવાબ નથી ખબર તો આજે તમને તેના વિશે જણાવશું. ખરેખર, આ જૂના ટાયર અંગે સરકારની નીતિ છે. આમાં સરકારે તાજેતરમાં કેટલાક ફેરફારો કર્યા છે. આવો જાણીએ સમગ્ર વિગત આ અહેવાલમાં.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મામલા માટે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં લગભગ 2,75,000 ટાયર કાઢી નાખવામાં આવે છે, જ્યારે તેના નિકાલ માટે કોઈ વ્યાપક યોજના નથી.

Image preview

રિસાયક્લિંગ માટે દર વર્ષે લગભગ 30 લાખ વેસ્ટ ટાયર ભારતમાં આયાત કરવામાં આવે છે. 19 સપ્ટેમ્બર, 2019ના રોજ, એન્ડ ઓફ લાઈફ ટાયર/વેસ્ટ ટાયરના યોગ્ય સંચાલનને લગતી બાબતમાં, NGTએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ને વિગતવાર કચરો વ્યવસ્થાપન હાથ ધરવા અને કચરા માટે એક યોજના રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ટાયર અને રિસાયક્લિંગ-
-કચરાના ટાયરને રિસાયકલ કરેલ રબર, ક્રમ્બ રબર, ક્રમ્બ રબર મોડિફાઇડ બિટુમેન (CRMB), પુનઃપ્રાપ્ત કાર્બન બ્લેક અને પાયરોલિસિસ ઓઈલ/ચાર તરીકે રિસાયકલ કરવામાં આવે છે.

Image preview

-2019ના અહેવાલો મુજબ, NGT કેસમાં અરજદારે દલીલ કરી હતી કે ભારતમાં પાયરોલિસિસ ઉદ્યોગ હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે જેને પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે પ્રતિબંધિત કરવાની જરૂર છે. અને ઉદ્યોગ વધુ પડતા કેન્સર પેદા કરતા પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે. જે આપણા શ્વસનતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news