જૂના જમાનાની Luna હવે નવા રૂપરંગમાં થઈ લોન્ચ, ઈ-લૂનામાં મળશે આકર્ષક લૂક અને ફીચર, જાણો કિંમત

Electric Luna: એક સમય હતો જ્યારે રસ્તા પર લૂના જોવા મળતી હતી. તમે પણ ક્યારેક તેને ચલાવી હશે. નાની અને સસ્તી હોવાને કારણે લોકો તેને ખુબ પસંદ કરતા હતા. પરંતુ હવે નવા જમાનાની લૂના બજારમાં આવી છે.
 

જૂના જમાનાની Luna હવે નવા રૂપરંગમાં થઈ લોન્ચ, ઈ-લૂનામાં મળશે આકર્ષક લૂક અને ફીચર, જાણો કિંમત

Electric Luna Launch: એક સમય હતો જ્યારે રસ્તા પર લૂના જોવા મળતી હતી. ઘણા લોકોના ઘરમાં લૂના રહી હશે, જેનો ઉપયોગ ઘણા લોકોએ કર્યો હશે. નાની અને સસ્તી હોવાને કારણે તેને ખુબ પસંદ કરવામાં આવી હતી. લૂના એક સમયે ખુબ લોકપ્રિય બની હતી. હવે તેની ફરી વાપસી થઈ છે. Kinetic Green એ પોપુલર લૂનાના ઈલેક્ટ્રિક વર્ઝન  E-Luna લોન્ચ કરી દીધી છે. 

તેની શરૂઆતી કિંમત ₹70,000 (રજીસ્ટ્રેશન અને વિમા વગર) છે. રિપબ્લિક ડે પર કંપનીએ તેનું બુકિંગ 500 રૂપિયાથી શરૂ કર્યું હતું. Kinetic Green ના સીઈઓ સુલજ્જા ફિરોજિયા મોટવાણી અનુસાર અત્યાર સુધી 40,000થી વધુ લોકોએ તેમાં રસ દાખવ્યો છે.

ફુલ ચાર્જમાં ચાલશે 110KM
E-Luna કલર્ડ ડુઅલ-ટ્યૂબલર સ્ટીલ ચેસિસ પર બની છે. તેની સામાન લઈ જવાની કેપેસિટી 150 કિલોગ્રામની છે. તેને ચલાવવા માટે 2.0 kWh ની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે એકવારમાં ચાર્જ કરવા પર 100 કિમી સુધી ચાલી શકે છે. કંપનીનો પ્લાન 1.7 kWh અને 3.0 kWh ની બેટરી સાથે મોડલ બનાવવાનો પણ છે. તેની મોટર 2.2 કિલોવોટની છે. તેની ટોપ સ્પીડ 50 કિમી પ્રતિ કલાક છે.

મળે છે ડિજિટલ ડિસ્પ્લે
તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં સંપૂર્ણ રીતે ડિજિટલ એલસીડી ડિસ્પ્લે, સાઇડ સ્ટેન્ડ સેન્સર, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને જરૂરી સામાન રાખવા માટે હુક છે. સાથે તેની પાછળની સીટને કાઢી શકાય છે.

તમે નવી  E-Luna ને કંપનીની વેબસાઇટ પરથી બુક કરી શકો છો. જલ્દી તેને દેશભરમાં Kinetic Green ની ડીલરશિપથી ખરીદી શકાશે. આ સિવાય લૂના એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે. 

તે પાંચ કલર ઓપ્શન - Mulberry Red, Ocean Blue, Pearl Yellow, Sparkling Green અને  Night Star Black માં મળશે. ગ્રાહકો પોતાની પસંદગી પ્રમાણે એક્સેસરીઝ પણ લગાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news