Kinetic E-Luna Booking: ફરી બજારમાં જોવા મળશે ધાકડ મોપેડ લ્યૂના, માત્ર 500 રૂપિયામાં બુકિંગ, 110 KM હશે રેન્જ!

Kinetic E-Luna Booking: એક સમય હતો જ્યારે લ્યૂના માટે પડાપડી થતી હતી. આ જ લ્યૂના એકવાર ફરીથી ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે આ કાઈનેટિક લ્યૂના ઈલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થવાનું છે. કંપનીએ 26 જાન્યુઆરીથી ઈ-લ્યૂનાનું બુકિંગ શરૂ કર્યું છે.

Kinetic E-Luna Booking: ફરી બજારમાં જોવા મળશે ધાકડ મોપેડ લ્યૂના, માત્ર 500 રૂપિયામાં બુકિંગ, 110 KM હશે રેન્જ!

Kinetic E-Luna Booking: એક સમય હતો જ્યારે લ્યૂના માટે પડાપડી થતી હતી. આ જ લ્યૂના એકવાર ફરીથી ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે આ કાઈનેટિક લ્યૂના ઈલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થવાનું છે. કંપનીએ 26 જાન્યુઆરીથી ઈ-લ્યૂનાનું બુકિંગ શરૂ કર્યું છે. કંપનીએ ગત વર્ષ જૂનમાં લ્યૂનાના ઈલેક્ટ્રિક વર્ઝનમાં આવવાની જાહેરાત કરી હતી. ઈચ્છુક ગ્રાહક કાઈનેટિક ઈ લ્યૂનાને માત્ર 500 રૂપિયાની રકમમાં કંપનીની અધિકૃત વેબસાઈટ બૂક કરી શકો છો. કંપની તેને ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. 

અત્રે જણાવવાનું કે કાઈનેટિક લ્યૂનાનું ઉત્પાદન વર્ષ 2000માં બંધ કરી દેવાયું હતું. આ મોપેડ એક સમયે એટલું લોકપ્રિય હતું કે કંપની તેના દરરોજ 2000 યુનિટ વેચતી હતી. પોતાના સમગ્ર જીવનકાળમાં લ્યૂનાના 50 લાખ યુનિટ્સ વેચાયા હતા. મોપેડે માર્કેટમાં પોતાની 95 ટકા ભાગીદારી બનાવી લીધી હતી. 

મળતી માહિતી મુજબ કાઈનેટિક ઈ લ્યૂનાની રેન્જ 110 કિમી હોઈ શકે છે. કંપનીએ તેમાં 2 kWh ની લિથિયમ આયર્ન  બેટરીનો ઉપયોગ કર્યો છે જેને ફૂલ ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગે છે. તેમાં BLDC ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરાયો છે. લ્યૂનાના વજનને હળવું રાખવા માટે તેના બોડી પાર્ટ્સને એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યા છે. મોપેડની ઈલેક્ટ્રિક મોટર 22 એનએમનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 

આધુનિક ફીચર્સથી લેસ
ડિઝાઈનની વાત કરીએ તો તેનો લૂક પહેલાવાળા પેટ્રોલ મોડલ જેવો જ દેખાય છે પરંતુ આ મોર્ડન ફીચર્સથી લેસ હશે. કેટલાક રિપોર્ટ મુજબ તેમાં ડિજિટલ સ્પીડોમીટર, સાઈડ સ્ટેન્ડ કટઓફ સ્વિચ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ડિટેચેબલ રિયર સીટ અને કોમ્બી બ્રિકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઈ લ્યૂનાનું વજન ફક્ત 96 કિગ્રા છે. લ્યૂના ઈલેક્ટ્રિકને મલબેરી રેડ અને ઓશન બ્લ્યૂ જેવા બે આકર્ષક કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી શકે છે. 

કોમર્શિયલ હેતુ માટે પણ
ખાસ વાત એ છે કે કાઈનેટિક ઈ લ્યૂના સામાન્ય ગ્રાહકો તો ખરીદી જ શકે પરંતુ સાથે સાથે તેને કોમર્શિયલ હેતુસર પણ વેચવામાં આવી શકે છે. એટલે કે તેનો ઉપયોગ ડિલિવરી અને કાર્ગો વ્હીકલ તરીકે પણ થઈ શકે છે. તેના રિયર સીટને હટાવીને કાર્ગો વ્હીકલમાં કન્વર્ટ કરી શકાય છે. તેની સીટ હાઈટ 760 એમએમ છે, જેનાથી તેના પર ઓછી હાઈટવાળા પણ આરામથી બેસી શકશે. લ્યૂનાના આગળ અને પાછળ ટ્યૂબ ટાયરનો ઉપયોગ કરાયો છે. લોડ કેપેસિટી 150 કિગ્રા હશે. ઈ લ્યૂનાની કિંમત 70થી 75 હજાર રૂપિયા (એક્સ શો રૂમ) હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news