પૈસાની કરી લો વ્યવસ્થા, માર્કેટમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે 3 ધાંસૂ કાર, તેમાં EV પણ સામેલ

ભારતીય ગ્રાહકો વચ્ચે કિયાની કારો ખુબ પોપુલર છે. કિયા વર્તમાનમાં ભારતીય બજારમાં 4 મોડલ વેચે છે, જેમાં સેલ્ટોસ, સોનેટ, કેરેન્સ અને પ્રીમિયમ ઈલેક્ટ્રિક EV6 જેવી લોકપ્રિય કારો સામેલ છે.
 

પૈસાની કરી લો વ્યવસ્થા, માર્કેટમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે 3 ધાંસૂ કાર, તેમાં EV પણ સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે કિઆ (Kia)ની કારો ખુબ પોપુલર છે. કિઆ વર્તમાનમાં ભારતીય બજારમાં 4 મોડલ વેચે છે, જેમાં સેલ્ટોસ, સોનેટ, કેરેન્સ અને પ્રીમિયમ ઈલેક્ટ્રિક EV6 જેવી લોકપ્રિય કારો સામેલ છે. નોંધનીય છે કે કોરિયન બ્રાન્ડ માટે સોનેટ અને સેલ્ટોસ સૌથી વધુ વેચાનારી બ્રાન્ડ છે. ત્યારબાદ કેરેન્સનો નંબર આવે છે. હવે દેશમાં પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા માટે કિયા નજીકના ભવિષ્યમાં પોતાની ત્રણ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો તમે કિયાની નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવો જાણીએ કિયાની અપકમિંગ ત્રણ કારના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિસ્તારથી.

Kia Syros
કિઆ વર્તમાનમાં ભારત માટે એક નવી કોમ્પેક્ટ એસયુવીનું ટેસ્ટિંગ કરી રહી છે, જેને આવનારા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી શકાય છે. કિઆની આ અપકમિંગ એસયુવીનું કોડનેમ AY છે, જે ઘરેલું માર્કેટમાં Syros નામથી જાણી શકાય છે. ન્યૂઝ વેબસાઇટ gaadiwaadi માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર તેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હશે. અપકમિંગ કિઆ કોમ્પેક્ટ એસયુવી બ્રાન્ડની લાઇનઅપમાં સોનેટ અને સેલ્ટોસ વચ્ચે સ્થિત હશે. કિઆ સિરોસના ટેસ્ટ મ્યૂલને દેશમાં ઘણીવાર જોવા મળી છે અને તેને ઈલેક્ટ્રિક અને પેટ્રોલ, બંને વેરિએન્ટમાં વેચવામાં આવશે. 

Kia EV9
કિઆની ફ્લેગશિપ ઈલેક્ટ્રિક એસયુવી  EV9 ને પ્રથમવાર ભારતમાં 2023 ઓટો એક્સપોમાં પોતાના કોન્સેપ્ટ રૂપમાં રજૂ કરવામાં આવી હતી. કોરિયન કાર નિર્માતાએ ભારતીય બજારમાં  EV9 ના લોન્ચને કન્ફર્મ કર્યું છે અને આ બ્રાન્ડની 2.0 ની રણનીતિના એક ભાગના રૂપમાં આ વર્ષે ફેસ્ટિવ સીઝનની આસપાસ વેચાણ માટે ઉપલબ્ધ થશે. 3-રોવાળી આ એસયુવી કંપનીના પોર્ટફોલિયોમાં EV6 થી ઉપર હશે. કિઆની ફ્લેગશિપ ઈલેક્ટ્રિક એસયુવીમાં ગ્લોબલી 99.8 kWh ની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એકવાર ચાર્જ કરવા પર 541 કિલોમીટર સુધી ચાલે છે. 

New-Gen Kia Carnival
કિયા કાર્નિવલનું નવી પેઢીનું મોડલ ભારતમાં 2024ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. પ્રીમિયમ MPV સ્થાનિક બજારમાં તેના ફેસલિફ્ટ સ્વરૂપમાં આવશે. દેશમાં નવી પેઢીના કાર્નિવલનો ટેસ્ટ ખચ્ચર પહેલેથી જ જોવા મળ્યો છે. અપડેટ્સ વિશે વાત કરીએ તો, નવો કાર્નિવલ બધા-નવા N3 પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેમાં 2.2-લિટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવશે જે 200bhpની મહત્તમ શક્તિ અને 440Nmનો પીક ટોર્ક આપશે. ભારતીય બજારમાં તે ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવી કાર સાથે સ્પર્ધા કરશે.",

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news