મોટા પાયે ધમધમી રહેલા ‘દેહ વેપાર’નો પર્દાફાશ! વોટ્સએપ પર છોકરીઓની ડીલ થતી, હોટલમાં...

સુરતમાં  ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે જીગ્નેશ લખાણી તથા જમાલ શેખ નામના બે ઈસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર પાસે રૂમમાં દેહવ્યાપારનો ધંધો કરે છે.

 મોટા પાયે ધમધમી રહેલા ‘દેહ વેપાર’નો પર્દાફાશ! વોટ્સએપ પર છોકરીઓની ડીલ થતી, હોટલમાં...

પ્રશાંત ઢીવરે/સુરત: દેહવ્યપાર માટે બાંગ્લાદેશ તથા પશ્વિમ બંગાળથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ચલાવનાર દલાલ સહિત ગ્રાહક અને સંચાલકને ઉધના પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે અને 62 હજારનો મુદામાલ જપ્ત કરી બંને યુવતીઓને મુક્ત કરી છે. આરોપીઓ whatsapp પર યુવતીઓના ફોટા મોકલી દેતા હતા. ગ્રાહકોએ પસંદ કરેલા ફોટા પ્રમાણે યુવતીઓને મોકલતા હતા. 

સુરતમાં  ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે જીગ્નેશ લખાણી તથા જમાલ શેખ નામના બે ઈસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર પાસે રૂમમાં દેહવ્યાપારનો ધંધો કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને દેહવ્યાપાર ચલાવનાર સંચાલક જીગ્નેશ અરવિંદભાઈ લખાણી તથા નુરજમાલ શેખ તથા દલાલ સકોર એનામુલ્હાર, અપતારઉદીન અબ્બાસુદીન મોલ્લા અને ગ્રાહક આરીફ આલમખાનને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે બે મહિલાઓ જે પૈકી એક બાંગલાદેશી મહિલા જે પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી. જેને પકડી દેહવ્યાપારનો ધંધો નહી કરવા કાઉન્સિલગ કરી મુક્ત કરાવી હતી. તેમજ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 5 મોબાઈલ, રોકડા રૂપિયા 13,500 વગેરે મળી કુલ 62,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનની સર્વલેન્સ ટીમ ટીમને માહિતી મળી હતી. એક જગ્યાએ દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચાલે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી. ત્યાં કેટલીક વસ્તુઓ મળી આવી છે સાથે ભોગ બનનાર બે મહિલાઓને ત્યાંથી છોડાવવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આ રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક ગ્રાહક છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલા એક બાંગ્લાદેશી છે. જે મેડિકલ વિઝા પર અહીં આવ્યા હતા. તેમની ફરિયાદ પણ લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરાય છે. છેલ્લા એક માસથી આ ધંધો ચાલુ હોય એ પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. 

આરોપીઓ મોબાઇલમાં ફોટો શેર કરી ગ્રાહકોને બોલાવતા હતા. આ રીતે આખું રેકેટ ચાલતું હતું. પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. કુલ પાંચ મોબાઇલ જપ્ત કરાયા છે. હાલ તો પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news