Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીક અપનાવી કાપજો મરચાં

Green Chilli Cutting Hacks: ડુંગળી સમારવાથી જે રીતે આંખને તકલીફ થાય છે તે રીતે મરચાં સમારવાથી સ્કિનમાં બળતરા થાય છે. પરંતુ કેટલીક એવી ટ્રીક્સ છે જેની મદદથી મરચા સમારવામાં આવે તો બળતરા થતી નથી.

Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીક અપનાવી કાપજો મરચાં

Green Chilli Cutting Hacks: રસોડાનું કોઈ પણ કામ સરળ સરળ નથી. કામ કરવામાં મહિલાઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે મહિલાઓ પોતાના કામમાં એવી કુશળ થઈ જાય છે કે લોકોને જોતા લાગે કે કામ સરળતાથી થાય છે. પરંતુ રસોડાના કામને સારી રીતે સંભાળવા માટે વર્ષોની મહેનત લાગે છે. તેમ છતાં કેટલાક નાના નાના કામ પણ એવા હોય છે જેને કર્યા પછી મહિલાઓને પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવું જ એક કામ છે લીલા મરચા સમારવા. 

લીલા અને તીખા મરચા સમારવા મુશ્કેલીનું કામ છે. લીલા મરચા સમાર્યા પછી ઘણી વખત હાથમાં લાગેલી તીખાસના કારણે ચામડીમાં, આંખમાં બળતરા પણ થવા લાગે છે. મરચા સમાર્યા પછી હાથ જો શરીરના કોઈપણ અંગ પર અડે તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. તેથી મરચા સમારવા મુશ્કેલીનું કામ છે. પરંતુ આજે તમને એવી ટ્રીક વિશે જણાવીએ જેની મદદથી મરચા સમારશો તો તીખા નહીં લાગે અને હાથમાં બળતરા પણ નહીં થાય. 

ઇન્ટરનેટ પર મરચા સમારવાની આ ટ્રિક ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેની મદદથી મરચા કોઈપણ પ્રકારની સમસ્યા વિના ઝડપથી કપાય છે. આ હેકમાં એક આઈસ્ક્રીમની સ્ટીક પર મરચાને રબર કે દોરા વડે બાંધી દો. ત્યાર પછી આઈસ્ક્રીમની સ્ટીક ન કપાય તે રીતે ચાકુની મદદથી મરચાને સમારી લો. મરચાને સમારતી વખતે આઈસ્ક્રીમની સ્ટીક જ પકડવી. આમ કરશો તો મરચા કપાઈ પણ જશે અને હાથમાં બળતરા પણ નહીં થાય. 

આ ટ્રીક ઉપરાંત જો તમે મરચાને કાતર વડે કાપશો તો પણ હાથમાં બળતરા નહીં થાય. મરચાને ગ્લવ્સ પહેરીને સમારવાથી પણ ત્વચાની બળતરાથી બચી શકાય છે. 

તકેદારી રાખ્યા પછી પણ જો મરચા કાપ્યા પછી હાથમાં બળતરા થવા લાગે તો બળતરાને શાંત કરવા માટે તુરંત જ બેકિંગ સોડાથી હાથ ધોઈ લેવા. હાથ ધોયા પછી હાથમાં એલોવેરા જેલ લગાવી થોડીવાર રેસ્ટ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news