JioPhone Next: 'દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' ખરીદવા માંગો છો? આ દિવસે શરૂ થશે પ્રી-બુકિંગ

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ (Reliance) અત્યારે ગૂગલ (Google) સાથે મળીને 'દુનિયાનો સૌથી સસ્તો' 4G સ્માર્ટફોન (World's Cheapest 4G Smartphone) બનાવાનું કામ કરી રહી છે.

JioPhone Next: 'દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' ખરીદવા માંગો છો? આ દિવસે શરૂ થશે પ્રી-બુકિંગ

નવી દિલ્હી: દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ (Reliance) અત્યારે ગૂગલ (Google) સાથે મળીને 'દુનિયાનો સૌથી સસ્તો' 4G સ્માર્ટફોન (World's Cheapest 4G Smartphone) બનાવાનું કામ કરી રહી છે. આ ફોનની લોન્ચિંગની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. પરંતુ હવે જિયોફોન નેકસ્ટ  (JioPhone Next) ના પ્રી-બુકિંગ સાથે જોડાયેલી જાણકારી સામે આવી છે. 

આગામી અઠવાડિયાથી શરૂ થશે પ્રી-બુકિંગ
મીડિયા રિપોર્ટના અનુસાર જિયોફોન નેકસ્ટ આગામી અઠવાડિયાથી પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થશે. પબ્લિકેશને આ જાણકારી પોતાના રિટેલ સૂત્રોના હવાલેથી આપી છે. એવી આશા છે કે પ્રી-બુકિંગને લઇને સામે આવેલી આ ટાઇમલાઇન સાચી હોઇ શકે છે કારણ કે ફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. કંપનીના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) એ 44મી રિલાયન્સ એજીએમ દરમિયાન ડિવાઇસની જાણકારી આપતાં તેના લોન્ચિંગની ડેટની જાહેરાત કરી છે. 

કેટલી હશે ફોનની કિંમત?
તમને જણાવી દઇએ કે જિયોફોન નેકસ્ટ રિલાયન્સના LYF બ્રાંડવાળા સ્માર્ટફોનની કિંમત ખૂબ અલગ હશે. જેમ કે અમે તમને પહેલાં જણાવ્યું હતું કે ગૂગલ સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યો છે. આ ડિવાઇસ ખાસકરીને તે લોકો માટે છે જે પહેલીવાર સ્માર્ટફોન પર સ્વિચ કરી રહ્યા છે. જિયોફોન નેકસ્ટ એક પૂર્ણ વિકસિત સ્માર્ટફોન હશે જે ગૂગલ પ્લે સ્ટોર, ગૂગલ આસિસ્ટન્ટ વગેરેને સપોર્ટ કરશે. ખાસ વાત એ છે કે રિલાયન્સએ અત્યાર સુધી હેન્ડસેટના સ્પેસિફિકેશન્સ અને કિંમતનો ખુલાસો કર્યો નથી. ફક્ત એટલું જ કહ્યું છે કે દુનિયાનો સૌથી વ્યાજબી સ્માર્ટફોન હશે. હાલ સૌથી સસ્તો 4જી સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ01 છે જેની કિંમત 4,9999 રૂપિયા છે. તેનો અર્થ એ છે કે જિયોફોન નેકસ્ટની કિંમત 5,0000 રૂપિયાથી ઓછી હશે. 

અન્ય ફીચર્સની વાત કરીએ તો જિયોફોન નેકસ્ટ એંડ્રોઇડ 11 ગો એડિશન સાથે આવે છે. તેમાં Google Camera Go એપ છે જે HDR, Night Mode અને Snapchat ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જિયોના ફોન 13MP રિયર કેમેરા અને 8MP ફ્રંટ કેમેરા સાથે આવે છે. જિયોફોન નેકસ્ટ હેન્ડસમમાં ડ્યૂલ સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે અને તેમાં 4G VoLTE  સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 2500mAh ની બેટરી આપવામાં આવી છે. લીકના અનુસાર ડિવાઇસ 4GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે Unisoc SoC દ્વારા સંચાલિત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news