ભાવ વધારા બાદ Jio-Airtel-Vi ના વધુ બેનિફિટ્સ આપતા પ્રીપેડ પ્લાન! જાણો કોણ આપે છે વધારે ફાયદો

ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea ના તે પ્રીપેડ પ્લાનની આજે વાત કરવામાં આવી રહી છે જેની વેલિડિટી 28 દિવસની છે. ચાલો જોઈએ કે કઈ કંપની તેના પ્લાનમાં વધુ બેનિફિટ્સ આપી રહી છે.

ભાવ વધારા બાદ Jio-Airtel-Vi ના વધુ બેનિફિટ્સ આપતા પ્રીપેડ પ્લાન! જાણો કોણ આપે છે વધારે ફાયદો

નવી દિલ્હી: દેશમાં ટેલિકોમ કંપનીઓના નામ લેવામાં આવે તો ખાનગી કંપનીઓમાં રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા અથવા વીઆઇ (Vodafone Idea or Vi) નું નામ લેવામાં આવશે. હાલમાં જ, તમામ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. આજે અમે આ કંપનીઓના તે પ્લાન વિશે તમને જણાવી રહ્યા છીએ જેની વેલિડિટી 28 દિવસની છે. આવો જાણીએ કે કઈ કંપની વધારે બેનિફિટ્સ આપે છે.

Jio ના 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન
જિયોનો 179 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: જિયોના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 1 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ માટે 100 એસએમએસ મળશે. આ પ્લાનમાં તમને જિયોની તમામ એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે.

જિયોનો 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: જિયોનો આ પ્રીપેડ પ્લાન કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ, દરરોજ 100 એસએમએસ અને દરરોજ 2 GB ડેટાનો બેનિફિટ્સ આપશે. આ પ્લાનમાં પણ તમને તમામ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે.

જિયોનો 601 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: આ પ્લાનમાં તમને દરરોજ 3GB ડેટા, 6GB એક્ટ્રેસ ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને 100 એસએમએસ પ્રતિ દિવસ સુવિધા આપશે. ઓટીટી બેનિફિટ્સમાં તમને જિયો એપ્સ સાથે સાથે ડિઝની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન પણ મળશે.

Airtel નો 28 દિવસની વેલિડિટીવાળો પ્રીપેડ પ્લાન્સ
એરટેલનો 256 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: એરટેલના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 1 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ માટે 100 એસએમએસ મળશે. ઓટીટી બેનિફિટ્સમાં તેમને એમેઝોન પ્રાઈમના મોબાઈલ એડિશનનું સબ્સક્રિપ્શન અને હેલો ટ્યૂન્સ અને વિંક મ્યૂઝિકનું એક્સેસ પણ મળશે.

એરટેલનો 359 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: એરટેલના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 2 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ માટે 100 એસએમએસ મળશે. તેમને એમેઝોન પ્રાઈમના મોબાઈલ એડિશનનું સબ્સક્રિપ્શન, શો એકેડમી, હેલો ટ્યૂન્સ અને વિંક મ્યૂઝિકનું એક્સેસ અને FASTag પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.

એરટેલનો 599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: એરટેલના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 3 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ માટે 100 એસએમએસ મળશે. તેમને ડિઝની+ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમના મોબાઈલ એડિશનનું સબ્સક્રિપ્શન, શો એકેડમી, હેલો ટ્યૂન્સ અને વિંક મ્યૂઝિકનું એક્સેસ અને FASTag પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.

Vodafone Idea (Vi) ના 28 દિવસના વેલિડિટી પ્રીપેડ પ્લાન
વીઆઇનો 269 રૂપિયાનો પ્લાન: વીઆઇના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 1 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ મળશે. તેમાં તમને તમામ વીઆઇ મૂવીઝ એન્ડ ટીવીનું સબ્સક્રિપ્શન પણ મળશે.

વીઆઇનો 359 રૂપિયાનો પ્લાન: વીઆઇના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 2 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ મળશે. તેમાં તમને 2GB બેકઅપ ડેટા, વીકેન્ડ ડેટા રોલોવર અને Binge All Night ના બેનિફિટ્સ અને વીઆઇ મૂવીઝ એન્ડ ટીવીનું સબ્સક્રિપ્શન પણ મળશે.

વીઆઇનો 501 રૂપિયાનો પ્લાન: વીઆઇના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 3 GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ મળશે. તેમાં તમને 16 GB એક્ટ્રાસ ડેટાનો બેનિફ્ટ્સ મળશે. આમાં તમને ડિઝની+ હોટસ્ટારના મોબાઈલ એડિશનનું સબ્સક્રિપ્શન, 2 GB બેકઅપ ડેટા, વીકેન્ડ ડેટા રોલોવર અને Binge All Night ના બેનિફિટ્સ અને વીઆઇ મૂવીઝ એન્ડ ટીવીનું સબ્સક્રિપ્શન પણ મળશે.

તો આ છે જિયો, એરટેલ, અને વોડાફોન આઇડિયાના પ્રીપેડ પ્લાન્સ જેની વેલિડિટી 28 દિવસની છે. હવે તમારે નિર્ણય કરવાનો છે આમાંથી કયો પ્લાન બેસ્ટ છે અને કયા પ્લાનમાં સૌથી વધારે બેનિફ્ટ્સ મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news