Jio ના આ પ્લાનથી છૂટ્યો Airtel-Vi નો પરસેવો! ઓછી કિંમતમાં દરરોજ 2GB ડેટા સાથે અન્ય લાભ

ભારતમાં મોટાભાગે પ્રીપેડ યૂધર્ઝ છે. દેશની દિગ્ગજ કંપનીઓ Jio, Airtel અને Vi ઘણાં સસ્તા પ્લાન રજૂ કરે છે. પરંતુ સૌથી પોપ્યુલર છે 2GB ડેલી ડેટા પ્લાન. આજે અમે તમને Jio, Airtel અને Vi દ્વારા રજૂ કરવામાં આવતા સૌથી સસ્તા 2GB/ Day ડેલી ડેટા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ...

Jio ના આ પ્લાનથી છૂટ્યો Airtel-Vi નો પરસેવો! ઓછી કિંમતમાં દરરોજ 2GB ડેટા સાથે અન્ય લાભ

નવી દિલ્હી: Jio Vs Airtel Vs Vi: ભારતમાં દુરસંચાર ઓપરેટર તેમના ગ્રાહકોને પસંદગી માટે ઘણા પ્રકારના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જો કે, સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન દુરસંચાર કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવતા ડેલી ડેટા પેક છે. ડેલી ડેટા પેકમાં હાઈ ડેટા વાળા મોંઘા પ્લાનથી લઇને ઓછા ડેટા વાળા સસ્તા પ્લાન સુધી એક વાઈડ સીરીઝ છે. ભારતમાં સસ્તા પ્રીપેડ પ્લાનની માંગ હમેશા વધારે હોય છે. મોટાભાગે લોકો 2GB ડેલી ડેટા પ્લાન પસંદ કરે છે. આજે અમે તમને Jio, Airtel અને Vi દ્વારા રજૂ કરવામાં આવતા સૌથી સસ્તા 2GB/Day ડેલી ડેટા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ...

Jio ના 2GB ડેલી ડેટા પ્લાન્સ
Jio ના સૌથી સસ્તો 2GB/ Day પ્લાન 249 રૂપિયાના પ્રાઈસ ટેગ પર મળે છે. 249 રૂપિયામાં Jio એક પ્રીપેડ પ્લાન રજૂ કરે છે જે 23 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2GB ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલ અને પ્રતિદિન 100 એસએમએસ સાથે આવે છે. Jio ના લિસ્ટમાં અન્ય પ્લાનની કિંમત 299 રૂપિયા છે અને તેમાં 28 દિવસની વેલિડિટી પર દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને પ્રતિ દિન 100 એસએમએસ મળે છે.

માત્ર 500 રૂપિયા હેઠળ, Jio તેના સૌથી લોકપ્રીય પ્રીપેડ પ્લાનમાંથી એક રજૂ કરે છે. Jio 499 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને વેલિડિટી સુધી દરરોજ 2GB ડેટા આપે છે. આ પ્લાનમાં અનલિમિટે વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ ઉપરાંત, નવા યુઝર્સને આ પ્લાનની ખરીદી સાથે જીયો પ્રાઈમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ લાભ ઉપરાંત 499 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં Disney+ Hotstar OTT પ્લેટફોર્મ સાથે સાથે કેટલીક Jio એપ્લિકેશન ઍક્સેસ સાથે આવે છે.

Airtel ના બે પોપ્યુલર પ્લાન્સ
Airtel ઘણા 2GB ડેલી ડેટા પ્લાન રજૂ કરે છે. જો કે, તેમાંથી કેટલાક સુપર સસ્તા છે. ટેલ્કોના 499 રૂપિયાનો પ્લાન Jio બરોબર છે. એરટેલ 499 રૂપિયાની કિંમત પર 2GB પર ડે પ્લાન રજૂ કરે છે જે અનલિટેડ વોઈસ કોલ અને 100 એસએમએસ પર દિવસની સાથે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન એમેઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન ફ્રી ટ્રાયલ સાથે Disney+ Hotstar મોબાઈલ ઍક્સેસ સાથે આવે છે.

આ ઉપરાંત, એરટેલ વધુ એક પ્રીપેડ પ્લાન રજૂ કરે છે જે 359 રૂપિયાની કિંમત પર આવે છે અને અનલિમિટેડ વોઇસ કોલ અને ડેલી 100 એસએમએસ સાથે 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2GB ડેટા આપે છે. આ પ્લાન એમેઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનની ફ્રી ટ્રાયલ એક્સેસ આપે છે.

Vi નો 2GB વાળો પ્લાન
Vodafone Idea એટલે Vi ના પોર્ટફોલિયોમાં ઘણા 2GB ડેલી ડેટા પ્લાન છે. જો કે, લિસ્ટમાં માત્ર એક જ પ્લાન ફિટ બેસે છે. વીઆઇ એક પ્રીપેડ પ્લાન રજૂ કરે છે. જે 359 રૂપિયાના પ્રાઈઝ ટેગ સાથે આવે છે અને અનલિમિટેડ વોઈસ કોલ અને પ્રતિ દિવસ 100 એસએમએસ સાથે 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2 GB ડેટા આપે છે.

વીઆઇ પ્લાનની સાથે કેટલાક વધારાના લાભ પર રજૂ કરે છે જેમ કે 'બિંઝ ઓલ નાઇટ' લાભ જેની સાથે યૂઝર રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટનો આનંદ ઉઠાવી શકે છે. તેનાથી વધારે વીઆઇ એકક વીકેન્ડ રોલ ઓવર સુવિધા રજૂ કરે છે જેના ઉપયોગથી યુઝર સોમવાર-શુક્રવારથી શનિવાર અને રવિવાર સુધી નહિ વપરાયેલ ડેલી ડેટાને આગળ વધારી શકે છે. આ ઉપરાંત વીઆઇ મૂવીઝ અને ટીવી એક્સેસ સાથે સાથે વીઆઇ દર મહિને 2GB સુધી વધારાનો બેકઅપ ડેટા પણ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news