પ્રથમ વખત ખોટો સાબિત થયો ધોનીનો નિર્ણય! આ ખેલાડી બન્યો CSK ની હારનો સૌથી મોટો જવાબદાર
IPL 2022: આ સીઝનની શરૂઆતમાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી હતી, જે બાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી ધોનીની આ સિદ્ધિનું પુનરાવર્તન કરી શક્યો નથી. લખનઉ સુપરજાયન્ટ્સે ગુરૂવારના ચેન્નાઈ સુપર કિંગ્સની સામે 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કપ્ટન રવિન્દ્ર જાડેજાનો એક નિર્ણય ખોટો સાબિત થયો છે...
Trending Photos
નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2022 ની શરૂઆત ખુબજ ખરાબ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેને લખનઉ સુપર જાયન્ટ્સે માત આપી છે. આ સીઝનની શરૂઆતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજાને કપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી ધોનીની આ સિદ્ધિનું પુનરાવર્તન કરી શક્યો નથી.
પ્રથમ વખત ખોટો સાબિત થયો ધોનીનો નિર્ણય?
લખનઉ સુપર જાયન્ટ્સે ગુરૂવારના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 6 વિકેટ સાથે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાનો એક નિર્ણય ખોટો સાબિત થયો છે. આ કારણતી એક યુવા ખેલાડી ચેન્નાઇ સુપર કિંગ્સની હાસનો સૌથી મોટો જવાબદાર સાબિત થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સને છેલ્લા 12 બાલમાં 34 રન બાનવવાના હતા. વધારે પડતું ઝાકળ પડવાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 19 મીં ઓવર શિવન દુબેને આપી હતી, પરંતુ તે 19મીં ઓવરમાં 25 રન આપી બેઠો. જેના કારણે લખનઉ સુપર જાયન્ટસને છેલ્લી ઓવરમાં જીવતા માટે માત્ર 9 રન બનાવવાના હતા જે તેમણે 3 બોલ બાકી રહેતા બનાવી લીધા હતા.
આ યુવા ખેલાડી બની ગયો CSK ની હારનું સૌથી મોટું કારણ
શિવમ દુબે આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની હારનું સૌથી મોટું કારણ બન્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાનો નિર્ણય બેકફાયર થઈ ગયો. આ મેચમાં ભલે કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજા કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એમએસ ધોની ફિલ્ડિંગ સેટિંગ કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં જ્યારે મેચ છેલ્લી બે ઓવર સુધી પહોંચી તો ધોનીએ આ નિર્ણય લીધો જેના કારણે CSK ની હાર નિશ્ચિત થઈ ગઈ.
19મીં ઓવરથી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને શિવમ દુબે સાથે વાત કરતા જોવા મળ્યો હતો, જેનો અર્થ એ હતો કે તેને ઓવર આપવા પાછળનું ધોનીનું દિમાગ હતું. આ મેચમાં ચેન્નાઈની હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દુબેની ખુબ જ ટિકા કરી રહ્યા છે. જ્યારે લખનઉના યુવા બેટ્સમેન આયુષ બદોનીની પ્રશંસા કરી રહ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે કે સીએસકે તેની પહેલી બે મેચ હારી છે. એવામાં આ જોવાનું દિલચસ્પ હશે કે અહીંથી ટીમ કઈ રીતે વાપસી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે