હાર્દિક પટેલના ઉપવાસ: દિનેશ બાંભણીયાનું નિવેદન, જો સરકાર નહીં જાગે તો પરિણામ ભોગવવા તૈયાર રહે

હાર્દિક પટેલના ઉપવાસ 11મા દિવસે પહોંચયા છે ત્યારે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપતાં હાર્દિકના આ ંદોલનને રાજકીય અને વિરોધ પક્ષ પ્રેરિત ગણાવતાં મામલો ગરમાયો છે. પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ મંત્રી સૌરભ પટેલના નિવેદન મામલે તીખો વળતો હુમલો કરતાં કહ્યું કે, સરકાર પાટીદારો સામે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ અપનાવી રહી છે. સરકારે આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે વાટાઘાટો માટે પહેલ કરવી જ જોઇએ. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે આ માટે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

હાર્દિક પટેલના ઉપવાસ: દિનેશ બાંભણીયાનું નિવેદન, જો સરકાર નહીં જાગે તો પરિણામ ભોગવવા તૈયાર રહે

અમદાવાદ : હાર્દિક પટેલના ઉપવાસ 11મા દિવસે પહોંચયા છે ત્યારે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપતાં હાર્દિકના આ ંદોલનને રાજકીય અને વિરોધ પક્ષ પ્રેરિત ગણાવતાં મામલો ગરમાયો છે. પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ મંત્રી સૌરભ પટેલના નિવેદન મામલે તીખો વળતો હુમલો કરતાં કહ્યું કે, સરકાર પાટીદારો સામે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ અપનાવી રહી છે. સરકારે આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે વાટાઘાટો માટે પહેલ કરવી જ જોઇએ. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે આ માટે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. 

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર સામે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ આંદોલન આજે 11મા દિવસે પ્રવેશતાં રાજકીય મામલો ગરમાયો છે. વિપક્ષ અને અન્ય પાર્ટીઓના નેતાઓ હાર્દિક પટેલની તબિયતના ખબર પુછી રહ્યા છે. મંગળવારે આ મામલે પ્રથમ વખત સરકાર તરફથી નિવેદન આપતાં મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે. મંત્રીના આ નિવેદન સામે વળતો જવાબ આપતાં પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ આકરા પ્રહાર કર્યા હતા. 

દિનેશ બાંભણીયાએ કહ્યું કે,  સરકાર પાટીદારોની અવગણના કરીને આ આંદોલનને વિપક્ષ પ્રેરિત ગણાવી રહી છે આજે મંત્રી સૌરભ પટેલે જે વાત કરી છે એ સ્પષ્ટ પણે જણાય છે કે સરકાર પાટીદાર સાથે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ રાખી રહી છે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય કે વિરોધ પક્ષો સમર્થન કરી રહ્યા હોય તો એને કોંગ્રેસ પ્રેરિત ન કહી શકાય પરંતુ સમાજની માંગણીઓને સાંભળવાને બદલે આજે આંદોલનને દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. પાટીદાર સમાજને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનું વલણ સમાજ માટે કેવું રહ્યું છે. બીજુ એ કે સરકારે કહ્યું કે એમને હાર્દિકની ચિંતા છે. જો એમને ચિંતા હોય તો જો કોઇ વ્યક્તિ સમાજ માટે કંઇ કરી રહ્યો હોય તો આ મામલે વાટાઘાટો થવી જોઇએ. વાતચીત કરીને ઉકેલ લાવવો જોઇએ. ફક્ત આને વિરોધ પક્ષનું આંદોલન ગણીને દબાવવા પ્રયાસ ન કરવો જોઇએ. 

સરકાર પહેલ નહીં કરે તો આના પરિણામ સરકારે ભોગવવા પડશે. આજે ગામેગામ જનઆક્રોશ ઉભો થઇ રહ્યો છે એ જોતાં પણ સરકારે વાટાઘાટો કરવા પહેલ કરવી જ જોઇએ. સરકાર પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવા જાય છે બર્મા સાથે વાત કરવા જાય છે ગુજરાતમાં રહેતા પાટીદાર સાથે વાટાઘાટ કરવામાં એમને શું પ્રોબ્લેમ છે એ તો સરકારે જ કહેવું પડશે. અનામતની માંગણી સ્વીકારે એવી અમારી કોઇ માંગણી નથી. વાતચીતથી જ કોઇ ઉકેલ આવશે અને એટલા માટે જ સરકારે પહેલ કરવી જોઇએ. લોકશાહીમાં પ્રજા હંમેશા મહત્વની હોય છે એટલે સરકારે એને સાંભળવા જોઇએ અને ઉકેલ લાવવો જોઇએ. 

ગુજરાતમાં અને ભારતમાં લોકશાહીમાં જ્યારે સરકાર સામે આંદોલન થયા છે તો સરકારે એને વિરોધ પક્ષ પ્રેરિત જ ગણાવ્યા છે. પરંતુ એનો ઉકેલ લાવવાનું સરકારે ફરજિયાત છે. જો સરકારને ખબર છે કે આ વિરોધ પક્ષ પ્રેરિત હતું તો સરકારે આટલી બધી જાહેરાતો કેમ કરી છે? સરકારે એ પણ સ્વીકારવું જ રહ્યું કે, સરકારે આ આંદોલન બાદ જ આયોગ, ઇબીસી અને સ્વાલંબન યોજનાની જોહેરાત કરી છે. તો આને વિરોધ પક્ષ પ્રેરિત કેવી રીતે ગણી શકાય, વિરોધ પક્ષની સાથે રહીને આંદોલન ન કરવું એવું બંધારણમાં ક્યાંય લખ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news