ફુલ પૈસા વસુલ! Jio નો સૌથી સસ્તો પ્લાન; માત્ર 75 રૂપિયામાં ડેટા-અનલિમિટેડ કોલ સહિત અન્ય બેનિફ્ટ્સ

Reliance Jio Recharge Plan: જો તમે સસ્તા પ્લાન શોધી રહ્યો છો અને તમે એક Jio Phone યુઝર્સ છો, તો અમે તમને એવા પ્લાન્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેમાં કોલિંગ, ડેટા, એસએમએસ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ફુલ પૈસા વસુલ! Jio નો સૌથી સસ્તો પ્લાન; માત્ર 75 રૂપિયામાં ડેટા-અનલિમિટેડ કોલ સહિત અન્ય બેનિફ્ટ્સ

નવી દિલ્હી: Reliance Jio Recharge Plan: ટેલિકોમ કંપનીઓ તેમના યુઝર્સને એકથી એક ચઢિયાતા પ્લાન આપી રહી છે. તમે તમારા Airtel, Jio, Vi, BSNL ના પોર્ટફોલિયોમાંથી કોઇપણ વિકલ્પ પસંદ કરી શકો છો. કંઇક આ જ રીતે પ્લાન્સ Jio Phone યુઝર્સ માટે પણ છે. Jio Phone યુઝર્સની વાત કરીએ તો 100 રૂપિયાથી ઓછામાં યુઝર્સને બે પ્લાન મળી રહ્યા છે. જેમાં કોલિંગ, ડેટા, એસએમએસ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો આવો જાણીએ Jio Phone યુઝર્સ માટેના પ્લાન વિશે...

75 રૂપિયાના પ્લાનની જાણકારી
આ પ્લાનમાં તમને 100 એમબી ડેટા દરરોજ આપવામાં આવે છે. સાથે 200 એમબી ડેટા વધારાનો આપવામાં આવે છે. કુલ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ 50 એસએમએસ દરરોજના આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 23 દિવસની છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

જો 100 રૂપિયાથી ઓછા પ્લાનની વાત કરીએ તો આ પોર્ટફોલિયોમાં હજુ એક પ્લાન છે જેની કિંમત 91 રૂપિયા છે.

91 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને 100 એમબી ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે. સાથે 200 એમબી ડેટા વધારાનો આપવામાં આવી રહ્યો છે. કુલ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનિલિમટેડ કોલિંગ સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સાથે દરરોજ 50 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news