આને કહેવાય ધાકડ પ્લાન! Jio અને Airtelના આ Plansમાં મફત મેળવો 10GB સુધીનો ડેટા અને અનલિમિટેડ કોલિંગ
એરટેલે એપ એક્સક્લૂસિવ પ્રીપેડ ઓફરની જાહેરાત કરી છે, જેનો ઉપયોગ કરીને ગ્રાહકો 4GB સુધીનો વધારાનો ડેટા મેળવી શકે છે. 359 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકો 28 દિવસની વેલિડિટી પેક સાથે 1GB ની બે કૂપન મેળવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો સબક્રાઈબર્સની પાસે ઘણા ઓપ્શન છે. તમામ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એકસ્ટ્રા ફાયદાની સાથે ઘણા નવા પ્લાન સતત લોન્ચ કરી રહ્યા છે. પ્રીપેડ પ્લાનને સિલેક્ટ કરતી વખતે ગ્રાહ વેલિડિટી, ડેટા અને ઓટીટી સ્ટ્રીમિંગ સર્વિસેજ પર ધ્યાન આપે છે. ઈન્ટરનેટના આ યુગમાં સૌથી વધુ જરૂરિયાત ડેટાની પડે છે, એટલા માટે ટેલિકોમ કંપનીઓ પાસે અમુક એવા પ્રીપેડ પ્લાન છે જે એકસ્ટ્રા ડેટા ગ્રાહકોને આપે છે. જેમાં ગ્રાહકો એક નિશ્ચિત સમયની અંદર તેને રિડીમ કરી શકે છે. આજે અમે તમને એરટેલ અને રિલાયંસ જિયો (Airtel-Reliance Jio)ના એવા પ્રીપેડ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં એક્સ્ટ્રા ડેટાનો લાભ મળે છે.
Airtel એકસ્ટ્રા 4G ડેટા કૂપન ઓફર
એરટેલે એપ એક્સક્લૂસિવ પ્રીપેડ ઓફરની જાહેરાત કરી છે, જેનો ઉપયોગ કરીને ગ્રાહકો 4GB સુધીનો વધારાનો ડેટા મેળવી શકે છે. 359 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકો 28 દિવસની વેલિડિટી પેક સાથે 1GB ની બે કૂપન મેળવી શકે છે. યુઝર્સ 479 રૂપિયાના રિચાર્જ પર 56 દિવસની વેલિડિટીવાળા પેક સાથે 1GB ની ચાર કૂપન મેળવી શકે છે. આ ઓફર એપ-એક્સક્લુઝિવ હોવાથી સબસ્ક્રાઇબરે એરટેલ થેંક્સ એપ દ્વારા રિચાર્જ કરાવવું પડશે, જે પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
Budget SUV: આ સસ્તી કારોમાં મળશે SUV જેવી મજા, આ લિસ્ટ પર નજર નાંખીને જાણો તેના વિશે
એરટેલનો રૂ. 699 પ્રીપેડ પ્લાન જે 56 દિવસ માટે 3GB/દિવસ અનલિમિટેડ કૉલ્સ અને 100 SMS/દિવસ ઓફર કરે છે. તે એક એવો પ્લાન છે. આ પ્લાન વધારાના લાભ તરીકે મફત 4GB ડેટા કૂપન આપે છે. આ પ્લાન અન્ય એરટેલ થેંક્સ એપ લાભોની સાથે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપની 56 દિવસની ઓફર પણ આપે છે.
જો ગ્રાહક રૂ. 500 થી નીચેના પ્લાનમાં વધારાના ડેટા લાભો શોધી રહ્યો હો તો ત્યાં બે વિકલ્પો ઉપલબ્ધ છે - એરટેલ પ્રીપેડ રૂ. 479 અને રૂ. 359ના પ્લાન. 479 રૂપિયાનો એરટેલ પ્રીપેડ પ્લાન 56 દિવસની માન્યતા ધરાવતો પેક છે, જેમાં 1.5GB ડેટા/દિવસ ઓફર કરે છે. ઉપરાંત 100 SMS/દિવસ અને અમર્યાદિત કૉલ્સ. આ પ્લાન ફ્રી 4GB ડેટા કૂપન સાથે આવે છે. બીજી તરફ, રૂ. 359નો એરટેલ પ્રીપેડ પ્લાન 28 દિવસની માન્યતા ધરાવતો પેક છે, જે 2GB ડેટા/દિવસ, અમર્યાદિત કૉલ્સ અને 100 SMS/દિવસ ઓફર કરે છે. આ પ્લાન ફ્રી 2GB ડેટા કૂપનની વધારાની ઓફર સાથે આવે છે.
Extra ના ડેટા લાભો સાથે Jio પ્રીપેડ પ્લાન
Jio 3119 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે વધારાનો ડેટા ઓફર કરે છે. આ પ્લાન 2GB/દિવસ, અમર્યાદિત કૉલ્સ અને 100 SMS/દિવસ ઓફર કરે છે અને આ પ્લાન સાથે 10GB વધારાનો ડેટા આપે છે. પ્લાનની કુલ ડેટા લિમિટ 740 GB છે. જેમાં ડિઝની + હોટસ્ટારનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
શું તમે જાણો છો કારના બેકાર ટાયરોનું શું થાય છે? ના જાણતા હોવ તો જાણો મોટા સવાલનો જવાબ?
1066 રૂપિયાનો Jio પ્રીપેડ પ્લાન જે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં 5GB વધારાના ડેટાનો લાભ પણ મળે છે. આ પ્લાનમાં, 2GB ડેટા/દિવસ, 100 SMS/દિવસ અને અમર્યાદિત વૉઇસ ઉપરાંત, Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે, Jio TV અને Jio Cinema નું ઍક્સેસ મળે છે.
વધારાનો ડેટા લાભ ઓફર કરતો સૌથી ઓછો પ્રીપેડ ટેરિફ પ્લાન રૂ 601નો Jio પ્રીપેડ પ્લાન છે. 28 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન 3GB/દિવસ, અનલિમિટેડ વૉઇસ, 100 SMS/દિવસ અને 6GB વધારાનો ડેટા ઑફર આપે છે. અન્ય વધારાના ડેટા પ્લાનની જેમ રૂ. 601નું પેક Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન, Jio TV અને Jio સિનેમાના એક વર્ષની ઍક્સેસ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે