Jio 49 Plan: 49 રૂપિયામાં લોન્ચ થયો Jio નો નવો પ્લાન, Airtel કરતાં વધુ મળશે ડેટા
IPL 2024 પહેલાં Reliance Jio એ પ્રીપેડ યૂઝર્સ માટે 49 રૂપિયાવાળો સસ્તો Data Plan લોન્ચ કરી દીધો છે. જિયોનો આ સસ્તો ડેટા પ્લાન Airtel 49 Plan ને ટક્કર આપશે. આવો જાણીએ જિયોના 49 રૂપિયાવાળા સસ્તા પ્લાનને ખરીદતાં તમને કયા કયા બેનિફિટ્સ મળશે?
Trending Photos
Jio 49 Plan Details: 49 રૂપિયાવાળા રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાન સાથે કંપની તરફથી તમને લોકોને 25GB હાઇ સ્પીડ ડેટાનો ફાયદો આપવામાં આવશે. ડેટા લિમિટ પુરી થઇ ગયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps કરે દેવામાં આવશે. Jio 49 Plan Validity ની વાત કરીએ તો આ Data Plan સાથે તમને લોકોને એક દિવસની વેલિડિટી મળશે. Airtel 49 Plan ની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ ડેટાનો ફાયદો મળે છે, એરટેલની વેબસાઇટ પર અનલિમિટેડ ડેટાની સાથે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 20GB ની એફયૂપી લિમિટ સાથે આવે છે. આ પ્લાનની સાથે 1 દિવસને વેલિડિટી મળશે.
બંને વચ્ચેના તફાવતની વાત કરીએ તો 49 રૂપિયાવાળા પ્લાનમાં તમને એરટેલ 49 રૂપિયાવાળા પ્લાનની તુલનામાં 5 જીબી વધુ ડેટાનો ફાયદો મળશે.
જીયોની ધનાધન ઓફર
જિયોએ ક્રિકેટ લવર્સને ધ્યાનમાં રાખતા IPL 2024 શરૂ થતાં પહેલા Jio Dhan Dhana Dhan Offer લોન્ચ કરી છે. જિયોની આ ઓફર ગ્રાહકોને 60 દિવસ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવશે.
હકીકતમાં જિયો તરફથી આવનાર Jio Dhan Dhana Dhan Offer માત્ર Jio AirFiber Plus યૂઝર્સ માટે છે. આ પ્લાનમાં કંપની પોતાના ગ્રાહકોને 60 દિવસ સુધી એર ફાઇબર સર્વિસને અત્યારની તુલનામાં ત્રણ ગણી વધુ સ્પીડથી ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવશે.
મેચ જોવાની આવશે અસલી મજા
તમને જણાવી દઈએ કે જિયોએ પોતાની આ નવી ઓફરને Tata IPL 2024 શરૂ થતાં પહેલા લોન્ચ કરી છે. તેવામાં તેનો સીધો ફાયદો ક્રિકેટપ્રેમીને મળવાનો છે. જિયોની આ નવી ઓફર્સની મદદથી તમે કોઈ ચિંતા વગર ટી20 મેચનું સીધુ પ્રસારણ જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે TATA IPL 2024 ને જિયો સિનેમામાં લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેવામાં જિયોની નવી ઓફરને લઈને યૂઝર્સમાં ગજબની આતૂરતા છે. આ ઓફરમાં કંપનીએ પોતાના બેઝ પ્લાનથી લઈને ટોપ પ્લાન સુધીમાં મળનાર ઈન્ટરનેટ સ્પીડને વધારી દીધી છે.
કંપનીએ વધારી ઈન્ટરનેટ સ્પીડ
બેઝ પ્લાનમાં અત્યાર સુધી 30 Mbps ની જગ્યાએ 100 Mbps ની સ્પીડ.
100 Mbps વાળા પ્લાનમાં હવે 300 Mbps ની સ્પીડ મળશે.
300 Mbps વાળા પ્લાનમાં હવે 500 Mbps ની સ્પીડ મળશે.
500 Mbps વાળા પ્લાનમાં હવે 1 Gbps ની સ્પીડ મળશે.
જો તમે પણ જિયોની આ ઈન્ટરનેટ સ્પીડનો લાભ લેવા ઈચ્છો છો તો તે માટે તમારી પાસે જિયો એર ફાઇબર પ્લસનો 6 મહિના કે 12 મહિનાવાળો પ્લાન હોવો જોઈએ. યૂઝર્સના રિચાર્જ પર નવી ડેટા સ્પીડ ઓટોમેટિક અપગ્રેડ થઈ જશે. ડેટા સ્પીડ અપગ્રેડ થયા બાદ યૂઝર્સને મેલ અને એસએમએસ પણ પ્રાપ્ત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે