ભૂલી જાવ iPhone 14... Apple લાવી શકે છે સસ્તો આઈફોન! મળી શકે છે ધાંસૂ ફીચર્સ

iPhone SE 4, જે 2025 માં રિલીઝ થવાની ધારણા છે, તેની ડિઝાઇન iPhone 14 જેવી હોઈ શકે છે. તેમાં ફેસ આઈડી અને યુએસબી-સી પોર્ટ પણ સામેલ હશે.

ભૂલી જાવ iPhone 14... Apple લાવી શકે છે સસ્તો આઈફોન! મળી શકે છે ધાંસૂ ફીચર્સ

નવી દિલ્હીઃ MacRumors ની નવી અફવા અનુસાર iPhone SE 4,જે 2025માં રિલીઝ થવાની આશા છે, તેમાં iPhone 14 જેવી ડિઝાઇન હોઈ શકે છે. તેમાં ફેસ આઈડી અને USB-C પોર્ટ પણ સામેલ હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Apple iPhone 14 ચેસિસના રિવાઇઝ્ડ એડીશનની સાથે સાથે એક નવો iPhone SE વિકસિત કરી રહી છે. એટલે કે નવા આઈફોન એસઈમાં 6.1 ઇંચની ડિસ્પ્લે અને નોચની સાથે ટ્રૂથેપ્થ કેમેરા સેટઅપ હશે. 

અફવા અનુસાર iPhone SE 4 નું વજન 165 ગ્રામ હશે, જે iPhone 14 થી છ ગ્રામ ઓછુ છે. આ એક સામાન્ય ફેરફાર હોઈ શકે છે, પરંતુ તે iPhone SE 4 ને iPhone 14 ની તુલનામાં વધુ આરામદાયક અને પોર્ટેબલ બની શકે છે. તુલના કરો તો iPhone 14 ના આયામ 146.7 મિમી x 71.5 મિમી x 7.80 મિમી છે. તેનુંવજન 172 ગ્રામ છે. iPhone SE 3 ના પરિમાણો 138.4 mm x 67.3 mm x 7.3 mm છે, અને તેનું વજન 144 ગ્રામ છે.

iPhone SE 4 અને iPhone 14 વચ્ચે એક મુખ્ય અંતર રિયર કેમેરા સિસ્ટમ હશે. અફવાઓ અનુસાર iPhone SE 4 માં માત્ર એક રિયર લેન્સ હશે, જ્યારે આઈફોન 14માં બે રિયર લેન્સ છે. આશા છે કે ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે, જે આઈફોન 15માં મળે છે. અફવા તો તે પણ છે કે લેટેસ્ટ એસઈ મોડલમાં iPhone 15 Pro નું એક્શન બટન હશે. 

અફવાઓ જો સાચી પડી તો iPhone SE 4 માં આ વખતે મોટા અપગ્રેડ સામેલ થશે. સાથે  USB-C પોર્ટ વાળુ પ્રથમ એસઈ મોડલ પણ હશે. ફોન આવવામાં હજુ ઘણો સમય છે, તેથી ઘણા લીક્સ સામે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news