iPhone 14 ફક્ત 3000 રૂપિયામાં? ખરીદવા માટે લોકો કરી રહ્યા છે પડાપડી

Smartphones ની વાત કરીએ તો એપલનો આઈફોન ટોપ પર આવે છે. તે સૌથી પ્રીમીયમ અને ધાંસૂ ફીચર્સ સાથે આવે છે. નવો આઈફોન આવતાની સાથે જ ગત મોડલના ભાવમાં ઘટાડો  થાય છે. પરંતુ iPhone 15 ના આવતા પહેલા જ iPhone 14ના ભાવ ઘણા ઘટી ગયા છે. એટલા ઓછા થઈ ગયા છે કે તમને વિશ્વાસ નહીં થાય.

iPhone 14 ફક્ત 3000 રૂપિયામાં? ખરીદવા માટે લોકો કરી રહ્યા છે પડાપડી

Smartphones ની વાત કરીએ તો એપલનો આઈફોન ટોપ પર આવે છે. તે સૌથી પ્રીમીયમ અને ધાંસૂ ફીચર્સ સાથે આવે છે. નવો આઈફોન આવતાની સાથે જ ગત મોડલના ભાવમાં ઘટાડો  થાય છે. પરંતુ iPhone 15 ના આવતા પહેલા જ iPhone 14ના ભાવ ઘણા ઘટી ગયા છે. એટલા ઓછા થઈ ગયા છે કે તમને વિશ્વાસ નહીં થાય. iPhone 14 ફક્ત 3000 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્ટોક ભરેલો પડ્યો છે. તસવીરોમાં ફોન બ્રાંડ ન્યૂ જોવા મળે છે. આવો જાણીએ આ ફોન ક્યાં મળે છે આટલો સસ્તો....

iPhone 14 Price Cut
Facebook Marketplace પર iPhone 14 ફક્ત 3 હજાર રૂપિયામાં લીસ્ટ કરાયો છે. જોઈને લોકો પણ ચોંકી ગયા છે. ફેસબુક માર્કેટ પ્લેસ પર પ્રશાંત બદાના નામના યૂઝરે પોસ્ટ શેર કરી છે. આ વ્યક્તિએ ફેસબુકને 2019માં જોઈન કરી છે. પ્રોફાઈલ લોક છે તો તે વિશે વધુ માહિતી મળી શકતી નથી. જ્યારે ફેસબુક માર્કેટ પ્લેસમાં તેનું લોકેશન ફરીદાબાદ જણાવવામાં આવ્યું છે. 

 

ખરીદવો કે નહીં
ફેસબુક માર્કેટ પ્લેસ ખુબ લોકપ્રિય છે. અહીં લોકો ખરીદવા કે વેચવા માટે આવે છે. ખરીદવા પર સામાન સીધો તમારા સુધી પહોંચી જાય છે. પરંતુ  iPhone 14 ફક્ત 3000 રૂપિયામાં ઓફર કરાઈ રહ્યો છે તો તે વિચારવા માટે મજબૂર કરે છે. જો તમને પણ આ ઓફર જોવા મળી રહી હોય તો તેની સારી રીતે તપાસ કરી લેજો. જો ઓથેન્ટિક લાગે તો જ પૈસા આપજો. આ ઉપરાંત એડવાન્સ પેમેન્ટ કરવાની જગ્યાએ COD ઓપ્શન પસંદ કરજો. જો આ ઓપ્શન ન આપ્યો હોય તો બિલકુલ ખરીદશો નહીં. 

 (Disclaimer: ફેસબુક માર્કેટ પ્લેસથી ફોન ખરીદતી વખતે પૂરેપૂરી તપાસ કરવી અત્યંત જરૂરી છે. તેને અવગણશો નહીં. જો તમે આમ નહીં કરો અને તમારી સાથે કોઈ ફ્રોડ થાય તો ઝી 24 કલાક તે બદલ જવાબદાર નહીં રહે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news