Internet પર 1 મિનિટમાં શું-શું થાય છે? 4.1 કરોડ વોટ્સએપ મેસેજ, 18 કરોડ ઈમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજું ઘણું બધું..

દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ પર 1 મિનિટમાં 45 લાખ વીડિયો જોવામાં આવે છે. તો નેટફ્લિક્સ પર 1 મિનિટમાં 6.94 લાખ કલાક ડ્યૂરેશનનો વીડિયો જોવામાં આવે છે.

Internet પર 1 મિનિટમાં શું-શું થાય છે? 4.1 કરોડ વોટ્સએપ મેસેજ, 18 કરોડ ઈમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજું ઘણું બધું..

 

જયેશ જોશી, અમદાવાદઃ તમારા મોબાઈલ ફોન વિના તમે કેટલાં સમય સુધી રહી શકો? કદાચ કલાક સુધઈ કે પછી તે પણ નહીં. તમારી જાતને જાણે એકલી-એકલી અનુભવવા લાગશો. ઈન્ટરનેટની મદદથી આપણે દુનિયાને પોતાની હથેળીમાં હોવાનો અહેસાસ કરીએ છીએ. દુનિયાના કોઈ ખૂણામાં ભલે કંઈ પણ થતું હોય, ઈન્ટરનેટની મદદથી તમે મોબાઈલમાં લાઈવ જોઈ શકો છો. મિનિટોમાં કોઈપણ માહિતી લાકો-કરોડો કિલોમીટર સુધી પહોંચી જાય છે. ઈન્ટરનેટ છે જ કમાલની વસ્તુ. તમે વિચારી શકો છો કે ઈન્ટરનેટ પર માત્ર 1 મિનિટમાં કેટલું થઈ શકે છે.

વોટ્સએપ પર 1 મિનિટ:
ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ પર 1 મિનિટમાં લગભગ 4.5 કરોડ મેસેજ મોકલી શકાય છે. ખાસ કરીને 31 ડિસેમ્બરની સાંજથી રાતનો સમય સૌથી વધારે વ્યસ્ત હોય છે. જ્યારે બધા એક-બીજાને ન્યૂ યર વિશ કરતા હોય છે.

ઈ-મેલ પર 1 મિનિટ:
હવે વાત કરીએ ઈ-મેલની તો 1 મિનિટમાં 18 કરોડ ખાનગી અને ઔપચારિક મેલ મોકલવામાં આવે છે. આ જીમેલ, આઉટલુક, યાહૂ, હોટમેલ વગેરે લોકપ્રિય ઈમેલ સર્વિસ છે. ઓનલાઈન શોપિંગ દ્વારા લોકો દર મિનિટે 10 લાખ રૂપિયાનો સામાન  ખરીદે છે.

ગૂગલ પર 1 મિનિટ:
1 મિનિટમાં ગૂગલ પર લગભગ 38 લાખ સર્ચ કરવામાં આવે છે. વિચારો કે કંપનીનું સર્વર કેટલું મજબૂત હશે કે ક્રેશ થતું નથી. ગૂગલના એપ સ્ટોર અને એપલના સ્ટોર પર 1 મિનિટમાં લગભગ 3.90 લાખ એપ ડાઉનલોડ કરવામાં આવે છે.

ફેસબુક પર 1 મિનિટ:
હવે વાત ફેસબુકની કરીએ. આ લોકપ્રિય સોશિયલ એપ પર 1 મિનિટ એટલે માત્ર 60 સેકંડમાં 10 લાખ લોકો લોગ ઈન કરે છે. ફેસબુકની માલિકીના ઈન્સ્ટાગ્રામ પર 1 મિનિટમાં 3,47,222 ફોટો અપલોડ કરવામાં આવે છે.

યૂ-ટ્યૂબ પર 1 મિનિટ:
દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ પર 1 મિનિટમાં 45 લાખ વીડિયો જોવામાં આવે છે. તેના પર લોકો ગીત સાંભળી પણ શકે છે. તો નેટફ્લિક્સ પર 1 મિનિટમાં 6.94 લાખ કલાકના વીડિયો જોવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news