પાણીને ગરમ કરતો રોડ સફેદ થઈ ગયો છે, તો આ રીતે કરો સાફ, નહિ તો લાઈટ બિલ વધુ આવશે
Rod Heater clening Tips : પાણીને ગરમ કરતા ઈમર્સન રોડ પર સફેદ પરત જામી જાય તો તેને જલ્દી સાફ કરી દેવી, તે તમારું લાઈટબિલ પણ વધારી શકે છે
Trending Photos
how to clean immersion rod : ઠંડીમાં ગરમ પાણીથી નાહવાનું વધી જાય છે. આવામાં જે લોકોના ઘરે ગીઝર હોતું નથી, તેમને ગેસ પર પાણી ગરમ કરવુ મોંઘુ બની રહે છે. આવામાં લોકો ઈમર્સન રોડનો ઉપયોગ વધારે છે. ગીઝરની સરખામણીમાં ઈમર્સન રોડ સસ્તુ અને સરળ ઉપાય છે. તેનો ઉપયોગ અનેક ઘરોમાં થાય છે. પરંતુ આ ઈમર્સન રોડની એક સમસ્યા છે. તેના ઉપયોગ પર આ રોડ પર સફેદ રંગની પરત ચઢી જાય છે. આ પરત દેખાવમાં તો ખરાબ લાગે જ છે, પરંતુ પાણી ગરમ કરવામાં પણ સમય લે છે. આવામાં આ જાણી લેવુ જરૂરી છે કે, રોડ પર કેવી રીતે સફેદ પરત લાગે છે, અને તેને કેવી રીતે સાફ કરવામાં આવે.
બાથરૂમ ક્લીનર ચમકાવશે રોડ
તમારા ગંદા ઈમર્સન રોડને બાથરૂમ ક્લીનરની મદદથી સાફ કરી શકાય છે. એક વાસણમાં રોડ મૂકો અને તેના પર બાથરૂમ ક્લીનર એડ કરો. હવે જૂના ટૂથબ્રશની મદદથી ક્લિનરને સારી રીતે મિક્સ કરીને થોડા સમય માટે રાખો. હવે થોડા સમય બાદ તેને સ્ક્રબરથી સારી રીતે રગડો. થોડા સમય બાદ તેના પર મીઠું લગાવો એટલે સફેદ પરત આપોઆપ છુટી જશે. રોડમાં પહેલા જેવી ચમક પાછી આવશે.
એરોસોલથી પણ સફાઈ થશે
વોટર હીટર રોડ પર જામેલ સફેદીની સાફ કરવા માટે એરોસોલ પણ બહુ કામનું બની રહે છે. એક ખાલી સ્પ્રે બોટલમાં એરોસોલ ભરો અને તેને રોડ પર સફેદી જામેલી જગ્યા પર સ્પ્રે કરો. થોડા સમય બાદ તેને કોઈ કપડા કે સ્ક્રબરની મદદથી રગડી રગડીને સાફ કરોય અથવા તો પાણીથી સાફ કરો. રોડ ચમકી ઉઠશે.
ગરમ કરીને સફાઈ કરો
પાણી ગરમ કરવાના રોડને તમે ગરમ કરીને પણ સાફ કરી શકો છો. આ થોડું જોખમભર્યું છે. તેથી તમારે આ ટ્રિક અજમાવતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. રોડને કોઈ વાસણમાં રાખીન લાઈટ ઓન કરો. પરંતુ વાસણમા પાણી નાંખવાની જરૂર નથી. હવે તેને બરાબર ગરમ થવા દો. ધ્યાન રાખો કે તે બહુ ગરમ ન થાય. ગરમ થવા પર સફેદ પરત આપોઆપ તૂટવા લાગશે. રોડ ઠંડુ થવા પર બેકિંગ સોડા અને સિરકાની પેસ્ટ બનાવીને તેના પર લગાવો. સારી રીતે તેને રગડી રગડીને સાફ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે