Money Changes in Feb 2024: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો

Money Rules: ફેબ્રુઆરીમાં પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાશે. અમે તમને એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.

Money Changes in Feb 2024: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો

Money Rules Changing from February 2024: જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે. નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવતા મહિનાથી, NPS થી SBI સ્પેશિયલ હોમ લોન કેમ્પેઈન, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. અમે તમને તે નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ.

1. NPS ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો
PFRDA એ NPS ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી, 2024ના રોજ ઇશ્યૂ કરાયેલા નોટિફિકેશન મુજબ, હવે NPS ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડી શકશે. આ સાથે, આ ઉપાડ માટે ખાતું 3 વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ.

2. IMPS નિયમોમાં ફેરફાર
1 ફેબ્રુઆરીથી IMPSના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે કોઈ વ્યક્તિ કોઈપણ બેનિફિશરીનું નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ માટે NPCIએ 31 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નિયમોમાં ફેરફાર બાદ હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

3. ફાસ્ટેગમાં KYC ફરજિયાત
NHAI એ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને KYC ફરજિયાત બનાવ્યું છે. જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થઈ તે નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આ કામ 31 જાન્યુઆરી સુધીમાં પૂરુ કરી લો. 

4. SGB નો નવો હપ્તો થશે ઇશ્યૂ
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો, તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. તમે SGB 2023-24 સિરીઝ IV માં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકો છો.

5. SBI હોમ લોન ઓફર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન પર 65 bpsનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે. ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકે છે.

6. પંજાબ અને સિંધ બેંક સ્પેશિયલ FD
પંજાબ એન્ડ સિંધ બેંકે ગ્રાહકો માટે 444-દિવસની વિશેષ FD યોજના 'ધન લક્ષ્મી 444 દિવસ' શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને જમા રકમ પર 7.60 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજનાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news