1 ફૂલ ચાર્જ અને 110 KM સુધી કોઇ ટેન્શન નહી, લુક જોઇ બોબ-ઇ ના દીવાના બની જશે ગ્રાહકો
સાયબર્ગ યોડા (Cyborg Yoda) ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કર્યા પછી ઇગ્નિટ્રોન મોટોકોર્પ પ્રા.લિ. (Ignitron Motocorp Pvt.) નામના EV સ્ટાર્ટ અપે નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કરી છે. તેનું નામ સાયબર્ગ બોબ-ઈ છે.
Trending Photos
નવી દિલ્હી: સાયબર્ગ યોડા (Cyborg Yoda) ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કર્યા પછી ઇગ્નિટ્રોન મોટોકોર્પ પ્રા.લિ. (Ignitron Motocorp Pvt.) નામના EV સ્ટાર્ટ અપે નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કરી છે. તેનું નામ સાયબર્ગ બોબ-ઈ છે. બોબ-ઈ (Bob-e) ઈલેક્ટ્રિક ડર્ટ બાઈક કંપનીની સાયબર્ગ યોડા (Cyborg Yoda) સાથે સાયબર્ગ પ્રોડક્ટ રેન્જમાં સામેલ થઇ ગઇ છે. આ કંપનીની ક્રુઝર મોટરસાઇકલ છે. આ ઉપરાંત ઇગ્નીટ્રોન એક નવી પ્રોડક્ટ રેન્જ લાવવા જઈ રહી છે, જે ટૂંક સમયમાં માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ 16 જાન્યુઆરી 2022થી પોતાની વેબસાઇટ લાઇવ કરવાનો પ્લાન બનાવી રહી છે.
સિંગલ ચાર્જમાં રેન્જ 110 કિમી
સાયબર્ગ બોબ-ઇ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક ડર્ટ ઇ-બાઇક છે. જેની સાથે કંપનીએ 2.88 kWh-R લિથિયમ-આયન બેટરી લગાવી છે. તેની મદદથી બાઇકને મહત્તમ 85 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે અને એક ચાર્જમાં તેની રેન્જ 110 કિમી હોવાનું કહેવાય છે. આ બાઇકમાં જિયો-લોકેટ/જિયો-ફેન્સિંગ, બેટરીની માહિતી, બ્લૂટૂથ, કીલેસ ઇગ્નીશન અને ડિજિટલ ક્લસ્ટર જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. ઈ-બાઈક લાલ અને કાળા એમ બે રંગોમાં વેચવામાં આવશે.
સાયબર્ગ બોબ-ઇ સાથે સ્વૈપેબલ બેટરી
સાયબર્ગ યોડા (Cyborg Yoda) ની જેમ, Cyborg BOB-E પણ સ્વૈપેબલ બેટરી આપવામાં આવી છે. જેને 15 એંપિયરના હોમ ચાર્જર સાથે 4-5 કલાકમાં 100% સુધી ચાર્જ થઈ શકે છે. કંપનીએ Bob-e ઈ-બાઈકમાં ત્રણ રાઈડિંગ મોડ આપ્યા છે, જેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ સામેલ છે. ત્રણેય રાઇડરની જરૂરિયાતો અને રાઇડિંગ સ્ટાઇલને અનુરૂપ છે. કંપનીએ આ બાઇકમાં રિવર્સ મોડ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપ્યા છે, આ સિવાય આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં સંપૂર્ણપણે એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યા છે.
મજબૂત સેલ્સ અને સર્વિસ નેટવર્ક સ્થાપિત કરવું પડશે
બજારમાં તેની પ્રોડક્ટ્સ લૉન્ચ કરતા પહેલા, ઇગ્નીટ્રોન મોટોકોર્પે સમગ્ર દેશમાં મજબૂત વેચાણ અને સેવા નેટવર્ક સ્થાપિત કરવું પડશે. આ કાર્ય ઉપરાંત, તે રોડસાઇડ આસિસ્ટેંસ અને બેટરી સ્વૈપિંગ સ્ટેશન અને પે-એઝ-યુ-ગો સ્ટેશન માટે પણ ભાગીદારી કરી રહી છે. અહીં 30 મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થઈ જશે. કંપનીએ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સપ્લાય અને સર્વિસ પર મજબૂત કમાણી માટે પ્રીમિયમની રકમ ચૂકવવાની જોગવાઈ પણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે