કોર્પોરેશનનો સફેદ હાથી: SVP હોસ્પિટલ ચલાવવા માટે કન્સલ્ટિંગ ડોક્ટર્સ પાસેથી દર્દીઓ ખરીદશે?
શહેરની SVP હોસ્પિટલના કન્સલ્ટિંગ ડૉક્ટર્સને કમિશન ચૂકવવાની વાત અંગે ઝી 24 કલાક એ AMC ના DyMC હેલ્થ પ્રવીણ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે AMC ની મેટ (મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ) કમિટીમાં કન્સલ્ટિંગ ડોકટર્સને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયો હતો. 13 તારીખે મળેલી મેટ કમિટીની બેઠકમાં TMC તરફથી કન્સલ્ટિંગ ડૉક્ટર્સને ઇનસેન્ટિવ આપવા અંગે વાત રજૂ કરવામાં આવી હતી. SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે જે એક્ઝિક્યુટિવ સૂટ અને સ્પેશિયલ રૂમ છે, એમાં જો કોઈ કન્સલ્ટન્ટ દર્દીને લાવે તો તેને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયા બાદ ચર્ચા થઈ હતી.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : શહેરની SVP હોસ્પિટલના કન્સલ્ટિંગ ડૉક્ટર્સને કમિશન ચૂકવવાની વાત અંગે ઝી 24 કલાક એ AMC ના DyMC હેલ્થ પ્રવીણ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે AMC ની મેટ (મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ) કમિટીમાં કન્સલ્ટિંગ ડોકટર્સને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયો હતો. 13 તારીખે મળેલી મેટ કમિટીની બેઠકમાં TMC તરફથી કન્સલ્ટિંગ ડૉક્ટર્સને ઇનસેન્ટિવ આપવા અંગે વાત રજૂ કરવામાં આવી હતી. SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે જે એક્ઝિક્યુટિવ સૂટ અને સ્પેશિયલ રૂમ છે, એમાં જો કોઈ કન્સલ્ટન્ટ દર્દીને લાવે તો તેને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયા બાદ ચર્ચા થઈ હતી.
જો કે મેટ કમિટીની બેઠકમાં આ રજૂઆતને અમે મંજૂરી આપી નથી. આ અંગે વધુ અભ્યાસ માટે આ રજૂઆત પર હાલ મહોર લાગી નથી. પ્રવીણ ચૌધરીએ કહ્યું કે સમાચાર માધ્યમોમાં કન્સલ્ટિંગ ડૉક્ટર્સને કમિશન ચુકવવામાં આવશે એ શબ્દનો ખોટો પ્રયોગ થયો, વાત ઇનસેન્ટિવ આપવા અંગેની હતી. પ્રવીણ ચૌધરીએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં SVP હોસ્પિટલ પર આર્થિક ભારણ પડતો હોવાનો સ્વીકાર કર્યો હતો. એમણે કહ્યું કે વધુમાં વધુ દર્દીઓ SVP હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરે એ માટે અમે FM ના માધ્યમથી પણ પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્તમ લોકો SVP હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધા અને તજજ્ઞ તબીબો પાસેથી સારવાર લે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. આ તમામ વાતની વચ્ચે ઝી 24 કલાક એ પ્રવીણ ચૌધરીને સવાલ કર્યો કે SVP નું આર્થિક ભારણ ઘટાડવા કેમ આયુષ્યમાન કાર્ડના માધ્યમથી દર્દીઓને સારવાર આપવામાં નથી આવતી ? જેના જવાબમાં DyMC એ કહ્યું કે પ્રશ્ન નીતિ વિષયક છે. જેમાં વધારે કોઈ સ્પષ્ટતા કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, SVP હોસ્પિટલમાં કોરોનાના 17 હજાર જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે.
જ્યારે SVP હોસ્પિટલમાં એવરેજ માત્ર 100 જેટલા જ કોરોના સિવાયના દર્દીઓ સારવાર લેતા હોય છે. જે AMC માટે ચિંતાનો વિષય બન્યો છે, કરોડોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલ અમદાવાદ માટે સફેદ હાથી સાબિત થઈ રહી છે, જેનું આર્થિક ભારણ સત્તાધીશો માટે પણ સવાલ ઉભા કરી રહ્યું છે. હાલ તો આ મુદ્દો ગુંચવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે