SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયા લાગશે ચાર્જ, જાણો બીજી બેંક કેટલો વસૂલે છે

SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયા લાગશે ચાર્જ, જાણો બીજી બેંક કેટલો વસૂલે છે

જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ હોય તો આ ખબર  તમારા કામની છે. એસબીઆઈએ ક્રેડિટ કાર્ડધારકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. એસબીઆઈ કાર્ડે યૂઝર્સને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે હવે તેણે 99 રૂપિયા + ટેક્સની જગ્યાએ 199 રૂપિયા + ટેક્સ આપવો પડશે. 

એસબીઆઈમાં આ ફેરફાર 15 માર્ચ 2023થી લાગૂ થશે. આ અગાઉ એસબીઆઈ કાર્ડ  દ્વારા નવેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી વધારીને 99 રૂપિયા + ટેક્સ કરવામાં આવી હતી. 

બીજી બેંક પણ વસૂલે છે ચાર્જ
ICICI બેંક પોતાના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી 1 ટકા પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. પ્રોસેસિંગ ફી 20 ઓક્ટોબર 2022થી લાગૂ થઈ ચૂકી છે. એચડીએફસી બેંકે ક્રેકિડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ્સને 500 સુધી સીમિત કરી દીધુ છે. મહિનાના બીજા રેન્ટલ પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન અમાઉન્ટનો 1 ટકો + ટેક્સ લાગૂ થાય છે. 

બેંક ઓફ બરોડા પણ 1 ફેબ્રુઆરી 2023થી ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ફી વસૂલે છે. 2 માર્ચ 2023થી આઈડીએફસી ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ચાર્જ આપવો પડશે. કોટક મહિન્દ્રા બેંકે 15 ફેબ્રુઆરી 2023થી  કેટલીક શરતો હેઠળ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની 1 ટકો + ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે. 

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઉપરાંત થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પણ લગાવે છે ચાર્જ
અનેક ભાડૂઆતો પેટીએમ, ક્રેડ, નો બ્રોકર, પેઝેપ, રેડ ઝિરાફ, મોબિક્વિક, ફોનપે જેવા પ્લેટફોર્મ્સ પર રેસિપિએન્ટના ઓપ્શનમાં મકાન માલિકનું  બેંક અકાઉન્ટ કે યુપીઆઈ ડિટેલ નાખે છે અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. જો કે આ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવા પર કન્વીનીયન્સ ફી લે છે. 

Mobikwik- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2.36 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ
PhonePe- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2 ટકાનો એકસ્ટ્રા ચાર્જ
Paytm- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 1.75 ફીનો એકસ્ટ્રા ચાર્જ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news