કામની વાત! તમે Online ખરીદેલી પ્રોડક્ટ ખરાબ છે તો ફટાફટ કરો અહીં ફરિયાદ, આ છે પ્રોસેસ

National Consumer Helpline: ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવેલા Tweet અનુસાર, કોઈ પણ વ્યક્તિ NCH પર માત્ર એક કોલ દ્વારા સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે. મંત્રાલય દ્વારા તેની ફરિયાદ માટે એક ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે, આ ટોલ ફ્રી નંબર 1915 છે.

કામની વાત! તમે Online ખરીદેલી પ્રોડક્ટ ખરાબ છે તો ફટાફટ કરો અહીં ફરિયાદ, આ છે પ્રોસેસ

Consumer Affairs Department: તમે કોઈપણ પ્રોડક્ટની ખરીદી કરી હોય ભલે તે ઓફલાઈન હોય કે ઓનલાઈન (online shopping)પણ જો તમારા દ્વારા ખરીદેલા ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ખામી હોય અને કંપની અથવા કોઈ પણ રિટેલર ખામીયુક્ત ઉત્પાદનો બાબતે તમારી ફરિયાદ ના સાંભળતી હોય અને ખામીયુક્ત પ્રોડક્ટને બદલી રહી નથી, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પર સરળતાથી ફરિયાદ કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. જે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન છે. 

તે ભારત સરકારના ગ્રાહક (consumers) બાબતોના મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.  તમે તમે કંઇ પણ વસ્તુ ખરીદો છો અને તે  ખામીયુક્ત હોય અને કંપની સમસ્યા હલ કરવામાં અસમર્થ હોય તો તમે ફરિયાદ કરી શકો છો. જ્યાં તમારી ફરિયાદ પર ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં પગલાં લેવામાં આવે છે.. તો અમને તેના વિશેની તમામ વિગતો જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.

NCH ​​પોર્ટલ પર કેવી રીતે ફરિયાદ કરવી
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવેલા Tweet અનુસાર, કોઈ પણ વ્યક્તિ NCH પર માત્ર એક કોલ દ્વારા સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે. મંત્રાલય દ્વારા તેની ફરિયાદ માટે એક ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે, આ ટોલ ફ્રી નંબર 1915 છે. તમે આ નંબર પર 12 ભાષાઓમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર સાત દિવસ સુધી ખુલ્લો રહે છે. એટલું જ નહીં, જો તમે ફરિયાદ કરી હોય તો તમે આ ફરિયાદને પણ ટ્રેક કરી શકો છો. તે જ સમયે તમને સરકાર તરફથી SMS દ્વારા કૉલ બેકની સુવિધા પણ આપવામાં આવે છે, આ માટે તમારે આ નંબર 8800001915 પર SMS કરવાનો રહેશે.

તમે આ ફરિયાદો ઓનલાઈન પણ રજીસ્ટર કરી શકો છો, જો તમે ઓનલાઈન દ્વારા ફરિયાદ નોંધાવવા ઈચ્છો છો, તો આ માટે તમારે https://consumerhelpline.gov.in/ પર જવું પડશે. આના પર તમારે માંગેલી તમામ માહિતી આપવી પડશે અને સાઇન અપ કરવું પડશે. જ્યારે તમે આ પોર્ટલમાં સાઇન અપ કરો છો. આ પછી તમારે ID અને પાસવર્ડ દ્વારા લોગિન કરવું પડશે અને હવે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ HCA પોર્ટલમાં ફરિયાદ મળે છે. તે ફરિયાદના ઉકેલ માટે તે કંપની એજન્સી, નિયમનકાર અથવા લોકપાલને મોકલવામાં આવે છે. આ માટે કોઈપણ ઉકેલ શોધવો પડશે. તેનો મહત્તમ સમય 45 દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news