Save Laptop in Rain: હવે લેપટોપ પલળે તો ચોખામાં મૂકવાની જરૂર નથી, આ ટિપ્સ અપનાવો

Tech Tips: વરસાદની મોસમમાં અનેકવાર એવું બને છે કે બેગમાં પાણી જતુ રહે છે, અને ક્યારેક લેપટોપ પણ પાણીમાં પલળી જાય છે. આવામાં હવે તેને ચોખાના ડબ્બાની ટ્રીક જૂની થઈ ગઈ છે. લેપટોપમાં પાણી જતુ રહ્યું હોય તો તેને ચોખાના ડબ્બામાં નાંખ્યા વગર રિપેર કરી શકાય છે, જાણી લો આ ટિપ્સ...

Save Laptop in Rain: હવે લેપટોપ પલળે તો ચોખામાં મૂકવાની જરૂર નથી, આ ટિપ્સ અપનાવો

What to do if water goes into a laptop: વરસાદની મોસમમાં બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હોય છે, પરંતું કામ માટે બધાને બહાર જવુ પડે છે. આવામાં ક્યારેક રેઈનકોટ કે છત્રી લઈ જવાનું ભૂલાઈ જાય છે, ને આપણે અને આપણી સાથેનો સામાન પલળી જાય છે. ક્યારેક આપણી બેગમાં પણ પાણી જતુ રહે છે. જેમાં આપણા ગેજેટ્સ જેમ કે સ્માર્ટફોન, લેપટોપ વગેરેમાં પાણી જતુ રહે છે. સામાન્ય રીતે આ ડિવાઈસમાંથી પાણી કાઢવા માટે આપણે ચોખા કે હેર ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ. આજે અમે તમને એવી ટ્રીક વિશે જણાવીશું, જેમાં તમારે પલળેલા લેપટોપને ચોખામાં સૂકવવાની જરૂર નથી. 

લેપટોપ પલળે તો પહેલા કરો આ કામ
જો તમારું લેપટોપ સ્લીપ મોડમાં છે તો સૌથી પહેલા મેનપાવર બટનની મદદથી સ્વીચ ઓફ કરો. તેના બાદ જો લેપટોપમાં કોઈ યુએસબી કે બીજી એસેસરી પ્લગ્ડ-ઈન હોય તો તેને અનપ્લગ કરો. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારું લેપટોપ આ સમયે ચાર્જિંગ પર ન હોય અને તમારું ચાર્જિંગ પોર્ટ ખાલી હોય. 

હવે ફોલો કરો આ ટિપ્સ
લેપટોપની સ્વીચ ઓફ કર્યા બાદ તમામ એસેસરીઝને અનપ્લગ કરો. તેના બાદ લેપટોપને ઉલટુ કરો અને પછી લેપટોપની બેટરી બહાર કાઢી લો. જો તમારા લેપટોપમાં આ ઓપ્શન નથી, તો આ સ્ટેપને સ્કીપ કરો અને એક મુલાયમ કપડાની મદદથી લેપટોપની લૂંછી લો. બાદમાં એક રૂમાલની ઉપર લેપટોપ ઉલટુ કરીને રાખી દો. લેપટોપનો ઓછામાં ઓછા ચાર કલાક આ પોઝિશનમાં રાખો. 

હવે લેપટોપને ચોખામાં ન મૂકો
ઉપર બતાવેલી રીતથી તમારું લેપટોપ આપોઆપ સૂકાઈ જશે. તેથી હવે લેપટોપને સૂકવવા માટે કે રિપેર કરવા માટે તેના પર ચોખા રાખવાની જરૂર નથી કે તેને ચોખાના ડબ્બામાં રાખવાની જરૂર નથી. એટલુ જ નહિ, તેને સૂકવવા માટે હેર ડ્રાયરની જરૂર પણ નહિ પડે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news