Phone ની ગેલેરીમાંથી આ રીતે સંતાડો પોતાની અંગત તસવીરો અને વીડિયો, કોઇપણ જોઇ શકશે નહી

આપણો સ્માર્ટફોન (Smartphone) પર્સનલ અને પ્રોફેશનલ ડેટાથી ભરેલો રહે છે. તેમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે આપણે એકબીજા સાથે શેર કરવા માંગતા નથી. ઘણીવાર એવી સ્થિતિ સર્જાઇ છે કે જ્યારે આપણને જરૂર પડતાં તમારો ફોન કોઇ બીજાને આપવો પડે છે.

Phone ની ગેલેરીમાંથી આ રીતે સંતાડો પોતાની અંગત તસવીરો અને વીડિયો, કોઇપણ જોઇ શકશે નહી

નવી દિલ્હી: આપણો સ્માર્ટફોન (Smartphone) પર્સનલ અને પ્રોફેશનલ ડેટાથી ભરેલો રહે છે. તેમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે આપણે એકબીજા સાથે શેર કરવા માંગતા નથી. ઘણીવાર એવી સ્થિતિ સર્જાઇ છે કે જ્યારે આપણને જરૂર પડતાં તમારો ફોન કોઇ બીજાને આપવો પડે છે. એવામાં આપણ ઇચ્છતા નથી કે તે આપણી ગેલેરીમાં જઇને તમામ ફોટા અને વિડીયો જોઇ લે. એટલા માટે સારું રહેશે કે જે ફોટાને તમે પ્રાઇવેટ રાખવા માંગો છો. તેને સંતાડી લો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા પ્રકારે સ્માર્ટફોનની ગેલેરીમાંથી ફોટોઝ અને વીડિયોઝને  (Hide) કરી શકો છો. 

ફોનમાં કેવી રીતે સંતાડશો ફોટો અને વીડિયો?
જોકે ઘણા લોકો છે જે ગેલેરીના રૂપમાં ગૂગલ ફોટો એપ (Google Photos App) નો ઉપયોગ કરે છે. આ સુવિધા એંડ્રોઇડ અને iOS બંનેમાં ઉપલબ્ધ છે. gadgetsnow.com માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ એપમાં ફોટા અને વીડિયોઝને સંતાડવાનું ઓપ્શન રહે છે. તેના માટે બસ તમે Google Photos ઓપન કર્યા બાદ તે ફોટા અને વીડિયોઝને સિલેક્ટ કરવાના હોય છે, જેને તમે સંતાડવા માંગો છો. ત્યારબાદ થ્રી ડોટ મેન્યૂ પર ટેપ કરો અહીં તમને Move to Archive નું ઓપ્શન મળી જશે. ત્યારબાદ આ ફોટા આર્કાઇવ ફોલ્ડરમાં (Archive Folder) માં જતા રહેશે. 

આ રીતે Xiaomi હેન્ડ સેટ માટે 
શાઓમી સ્માર્ટફોનનો પણ ભારતમાં ખૂબ ઉપયોગ થાય છે. તેની ગેલરીને ઓપન કરો અને તે ફોટા અને વીડિયોઝને સિલેક્ટ કરી લો, જેમને સંતાડવા માંગો છો. પછી મેન્યૂમાં આપવામાં આવેલા Hide બટન ને દબાવો. આ પ્રકારે આ ફોટા ગેલરીમાં દેખાવવાનું બંધ થઇ જશે. 

Oneplus ફોન માટે 
તો બીજી તરફ વનપ્લસ (Oneplus) માં મળનાર ગેલેરી એપને ઓપન કરો. તે ફોટા અથવા વીડિયોઝને સિલેક્ટ કરો. જેને સંતાડવા માંગો છો. હવે ઉપર જમણી તરફ થ્રી ડોટ મેન્યૂ પર ટેપ કરો. અહીં તમને Hide નો ઓપ્શન મળશે. તેના પર ટેપ કરો. આ પ્રકારે તે ફોટા ગેલેરીમાં દેખાવાના બંધ થઇ જશે. 

Samsung મોડલ માટે 
જો તમે સેમસંગના સ્માર્ટફોનમાં હાલ ગેલેરી એપનો ઉપયોગ કરી રહ્યા છે, તો અહીં પણ પોતાની પર્સનલ ફોટો/વીડિયો સંતાડી શકો છો. તેના માટે એક નવો આલબમ (Album) બનાવો અને તેને કોઇપણ નામ આપી દો. આલબમમાં જરૂરી ફોટા/વીડીયોને મૂવ કરી લો. હવે નીચે આપેલા Albums ઓપ્શનમાં જાવ અને થ્રી ડોટ મેન્યૂ પર ટેપ કરો. ત્યારબાદ Hide/Unhide Albums ના ઓપ્શનને સિલેક્ટ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news