આ તહેવારો પર Hero લોન્ચ કરશે 8 નવા સ્કૂટર અને બાઇક! આ Electric Scooter પણ આવશે

અપકમિંગ Hero ઇલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો આ કંપનીના નવા Vida સબ-બ્રાંડ અંતગર્ત આવનાર પ્રથમ મોડલ હશે. ઇ-સ્કૂટરની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હોવાની સંભાવના છે અને આ બજાજ ઇ-ચેતક, ટીવીએસ આઇક્યૂબ, ઓલા એસ પ્રોને પડકાર આપશે.

આ તહેવારો પર Hero લોન્ચ કરશે 8 નવા સ્કૂટર અને બાઇક! આ Electric Scooter પણ આવશે

Hero MotoCorp: હીરો મોટોકોર્પે આ તહેવારી સીઝન દરમિયાન 8 નવા મોડલ (બાઇક અને સ્કૂટર સહિત) લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે તેના આગામી મોડલ ગ્રાહકોની જરૂરિયાતો અને વિશિષ્ટ સ્થાનિક બજારોને ધ્યાનમાં રાખતા લાવવામાં આવશે. હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર રંજીવજીત સિંહે કહ્યું કે 2022 ની દિવાળી સીઝન નિશ્વિત રૂપથી દ્રિચક્રી નિર્માતાઓ માટે સારી રહેવાની છે. તેમણે કહ્યું કે બજારમાં અથવા ખાસકરીને ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર માંગ છે.  

આગામી નવી હીરો બાઇક્સ અને સ્કૂટર્સની વધુ જાણકારી અત્યારે સામે આવી નથી. જોકે લાઇનઅપમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (હીરો વિડા), Xtreme 160R Stealth 2.0 એડિશન, ઉપલબ્ધ મોડલના અપડેટ વર્જન અને નવા કલર વેરિએન્ટ સામેલ હોવાની આશા છે. અપકમિંગ Hero ઇલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો આ કંપનીના નવા Vida સબ-બ્રાંડ અંતગર્ત આવનાર પ્રથમ મોડલ હશે. ઇ-સ્કૂટરની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હોવાની સંભાવના છે અને આ બજાજ ઇ-ચેતક, ટીવીએસ આઇક્યૂબ, ઓલા એસ પ્રોને પડકાર આપશે.

Hero Vida સ્કૂટરને બ્રાંડના જયપુર સ્થિત R&D હબ સેંટર ઓફ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી (CIT) માં વિકસિત કરવામાં આવ્યું છે. હીરોની આંધ્ર પ્રદેશવાળી ફેસિલિટીને ઇલેક્ટ્રિક સ્કૂટરના ઉત્પાદન કેન્દ્રના રૂપમાં ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે તે 7 ઓક્ટોબર 2022  ના રોજ પોતાના આગામી ઇ-સ્કૂટરની કિંમતો, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સનો ખુલાસો કરશે. 

આ સાથે જ આ તહેવારની સીઝનમાં ઘરેલૂ દ્રિચક્રી નિર્માતા કંપની હીરો, Maestro Xoom સ્કૂટર લઇને આવશે. તેને Maestro Edge ની ઉપર પોઝિશન કરવામાં આવશે, જેની ડ્રમ વેરિએન્ટની કિંમત 66820 રૂપિયા અને ડિસ્ક વેરિન્ટની 73,498 રૂપિયા છે. તેમાં નિયમિત મોડલની તુલનામાં કેટલાક વધારાના ફિચર્સ અને કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news