ઉદ્ધવ ઠાકરેને ઝટકો, સુપ્રીમે કહ્યું- ચૂંટણી પંચ નક્કી કરશે અસલી શિવસેના કોણ, કાર્યવાહી પર પ્રતિબંધની 'ના'

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મોટો ચુકાદો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને નકારતા સર્વોચ્ચ કોર્ટે ચૂંટણી પંચની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાથી ઇનકાર કરી દીધો છે. 

ઉદ્ધવ ઠાકરેને ઝટકો, સુપ્રીમે કહ્યું- ચૂંટણી પંચ નક્કી કરશે અસલી શિવસેના કોણ, કાર્યવાહી પર પ્રતિબંધની 'ના'

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મોટો ચુકાદો આપ્યો છે. ઉદ્ધવ જૂથની અરજીને નકારતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણયથી એકનાથ શિંદે જૂથને રાહત મળી છે. 

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને તે નિર્ણય લેવાની મંજૂરી આપી દીધી છે કે શિવસેનાનું અસલી જૂથ ક્યું છે અને કોને શિવસેનાનું ચૂંટણી ચિન્હ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતા આ મામલામાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાથી ઇનકાર કરી દીધો અને સાથે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને નકારી દીધી છે. 

નોંધનીય છે કે આ મામલામાં બીજા જૂથનું નેતૃત્વ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કરી રહ્યાં છે. શિંદે જૂથનો તર્ક છે કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદ તેમના જૂથમાં છે. તેવામાં શિવસેનાનું ચૂંટણી ચિન્હ તેને આપવું જોઈએ. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા શિવસેના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમની ટીમ વિદ્રોહી વિરુદ્ધ કાયદાકીય લડાઈમાં વિજયી થશે. શિંદેએ જૂન મહિનામાં ભાજપની મદદથી ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર પાડી દીધી હતી અને 30 જૂને મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. 

23 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે અને શિંદેના નેતૃત્વવાળા જૂથો દ્વારા દાખલ અરજીઓને પાંચ ન્યાયાધીશોની પીઠની પાસે મોકલી હતી, જેમાં પક્ષપલટો, વિલય અને અયોગ્યતા સંબંધિત ઘણા બંધારણીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઠાકરેના વકીલોએ પહેલા કહ્યું હતું કે શિંદે પ્રત્યે વફાદાર પાર્ટી ધારાસભ્યો કોઈ અન્ય રાજકીય દળની સાથે વિલય કરી બંધારણની 10મી અનુસૂચિ હેઠળ અયોગ્યતાથી બચી શકે છે. જવાબમાં શિંદે સમૂહે તર્ક આપ્યો કે પક્ષપલટા વિરોધી કાયદો તે નેતા માટે હથિયાર ન હોઈ શકે જેણે પોતાની પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધો હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news