હવે તમારો હાથ જ બની જશે Smartphone! સ્ક્રીન નહીં હથેળીથી કરી શકશો કોલ

આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તો ચાલો જાણીએ તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેનું નામ શું છે.. 

હવે તમારો હાથ જ બની જશે Smartphone! સ્ક્રીન નહીં હથેળીથી કરી શકશો કોલ

સ્માર્ટફોનની દુનિયા દર વર્ષે બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે કીપેડ ફોન આવતા હતા. પછી સ્માર્ટફોનનો યુગ આવ્યો. હવે ફ્લિપ અને ફોલ્ડ ફોનનો જમાનો આવી ગયો છે. આવનારા સમયમાં શું થશે તેનો કોઈ અંદાજ નથી. એક પોસ્ટ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ફોન કેવા હશે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેનું નામ શું હશે... તેના વિશે કંઈ જાણવા મળ્યું નથી. પરંતુ કંપનીને $100 મિલિયનનું ફંડીગ મળ્યું છે. આવો જાણીએ તેના વિશે...

કંપનીનું નામ Humane છે. એપલના પૂર્વ કર્મચારી ઈમરાન ચૌધરી આ કંપનીના માલિક છે. ડાઉનટાઉન વૈંકુવરમાં TED ટોક દરમિયાન, ઈમરાન ચૌધરીએ તેમના પ્રોડ્ક્ટની પ્રથમ ઝલક દર્શાવી. આ ઝલક જોઈને એવું લાગે છે કે ઈમરાન ફ્યુચરના એવા સ્માર્ટફોન પર કામ કરી રહ્યો છે, જેની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ટેકની દુનિયામાં થઈ રહી હતી. વાતચીત દરમિયાન, અચાનક ઇમરાનની હથેળી પર એક નામ દેખાયું, જે સ્માર્ટફોનની સ્ક્રીન પર ફોન કરનારના નામ અથવા નંબર જેવું જ હતું.

ઇમરાન ચૌધરીની હથેળી પર તેની પત્ની અને કંપનીના કો-ફાઉન્ડર બેથની બોંગિઓર્નોનું નામ દેખાતું હતું. નામ સિવાય તેમા કોલ કાપવા અને ઉપાડવાની નિશાની પણ દેખાતી હતી. 

— Humane (@Humane) May 9, 2023

ઈમરાને પોતાની જર્સીના ખિસ્સામાં ખૂબ જ નાની સાઈઝનું ડીવાઈસ લગાવ્યું હતું. આ ઉપકરણ પર કોલ આવ્યો હતો અને તેના ડીવાઈસના કેમેરાથી તે તેની હથેળી પર પ્રતિબિંબ જોઈ શકતો હતો. તેણે ડીવાઈસ દ્વારા જ તેની પત્ની સાથે વાત કરી. પરંતુ તેણે આ ડિવાઈસની કિંમત, ફીચર્સ અને ક્યારે લોન્ચ થશે તે વિશે જણાવ્યું નથી.

ઈમરાનના કહેવા પ્રમાણે, આ ઉપકરણ તમારી આંખોને જુએ છે, તમારા મનને સમજે છે અને તેનો હેતુ વાસ્તવિકતાને સમજવાનો અને તેને બદલવાનો છે. ઈમરાનના જણાવ્યા અનુસાર આ ડિવાઈસના બાકી ફીચર્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોણ છે ઈમરાન ચૌધરી?
ઈમરાન ચૌધરી ટેક ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. એટલા માટે તેઓને જંગી રોકાણ મળ્યું છે. તેણે લગભગ 20 વર્ષથી Apple સાથે કામ કર્યું છે. આઇફોન અને વોચના વિકાસમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news