TVS, Ather અને Ola ના ઈલેક્ટ્રિક સ્કૂટર થયા મોંઘા, જાણો કેટલી વધી કિંમત

Electric Scooters: ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર સબસિડી સંબંધિત નવા નિયમો 1 જૂનથી અમલમાં આવ્યા છે. દરમિયાન, હવે વાહન ઉત્પાદકો ટીવીએસ મોટર, એથર એનર્જી અને ઓલા ઈલેક્ટ્રીકે તેમના પ્રોડ્ક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે.

TVS, Ather અને Ola ના ઈલેક્ટ્રિક સ્કૂટર થયા મોંઘા, જાણો કેટલી વધી કિંમત

Electric Scooters Price Hike: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર સબસિડી સંબંધિત નવા નિયમો 1 જૂનથી અમલમાં આવ્યા છે. દરમિયાન, હવે વાહન ઉત્પાદકો ટીવીએસ મોટર, એથર એનર્જી અને ઓલા ઈલેક્ટ્રીકે તેમના પ્રોડ્ક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે. TVS મોટર કંપનીએ જણાવ્યું હતું કે તેણે FAME-II સ્કીમમાં સુધારો કર્યા પછી, વેરિઅન્ટના આધારે iQubeની કિંમતમાં રૂ. 17,000 થી રૂ. 22,000નો વધારો કર્યો છે.

iQubeના બેઝ મોડલની કિંમત અગાઉ રૂ. 1,06,384 હતી અને દિલ્હીમાં ‘S’ની કિંમત રૂ. 1,16,886 હતી. TVS મોટર કંપનીના ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેએન રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે, “ફેમ 2 આગામી થોડા ક્વાર્ટરમાં તબક્કાવાર રીતે બંધ કરવામાં આવશે. કંપની દેશમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિફિકેશન અને ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ ઉત્પાદન વિકલ્પો પ્રદાન કરવાનું ચાલુ રાખશે."

અહીં, એથર એનર્જી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે સંશોધિત FAME-2 સબસિડી ગુરુવાર (1 જૂન) થી લાગુ કરવામાં આવી રહી છે અને તેની સાથે તેણે તેના સ્કૂટરની કિંમતોમાં વધારો કર્યો છે. તેના 450Xની કિંમત હવે રૂ.1,45,000 (બેંગલુરુમાં) છે જ્યારે પ્રો પેક સાથેનું 450X રૂ.8,000 વધીને રૂ.1,65,435 (બેંગલુરુમાં) થઈ છે.

આ સિવાય ઓલા ઈલેક્ટ્રીકે તેના ઉત્પાદનોની કિંમતોમાં પણ વધારો કર્યો છે.ઓલાએ કહ્યું કે તેના ઈલેક્ટ્રિક સ્કૂટર S1 Proની કિંમત હવે Rs 1,39,999, S1 (3kWh)ની કિંમત 1,29,999 રૂપિયા અને S1 Air (3 kWh)ની કિંમત રૂ. 1,29,999 છે. તેમની કિંમતો પહેલા કરતા લગભગ 15,000 રૂપિયા વધી ગઈ છે.

ભારે ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે માગ પ્રોત્સાહન રૂ. 10,000 પ્રતિ kWh હશે, જે અગાઉના પ્રોત્સાહન કરતાં ઓછું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે પ્રોત્સાહન મર્યાદા 'એક્સ-ફેક્ટરી' કિંમતના 15 ટકા હશે, જે 40 ટકા હતી. તમને જણાવી દઈએ કે FAME સ્કીમ 1 એપ્રિલ, 2019 ના રોજ ત્રણ વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. તેને 2 વર્ષ માટે 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news