Google Pay UPI Lite નું PIN-free સ્મોલ વેલ્યુ ફીચર, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ
Google Pay UPI Lite: આ ફીચર દ્વારા, તમે એક ક્લિકમાં ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન માટે 24 કલાકમાં 2 વાર 2,000 રૂ. ઉપાડી શકશો. ખાસ વાત એ છે કે બેંકનું સર્વર ડાઉન હોવા છતાં પણ યુઝર દિવસ દરમિયાન ટ્રાન્ઝેક્શન કરી શકશે.
Trending Photos
Google Pay UPI Lite: વ્યવહારોને વધુ સરળ અને ઝડપી બનાવવાના પ્રયાસરૂપે, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Google Payએ નવી UPI PIN-free 'Lite' સુવિધા શરૂ કરી છે. આ નવો પેમેન્ટ વિકલ્પ વપરાશકર્તાઓને 24 કલાકમાં બે વાર 2,000 રૂ. અને એક ક્લિકમાં 200 રૂ. સુધીના ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન માટે વધુમાં વધુ 4,000 રૂ. ઉમેરવાની મંજૂરી આપશે.
Google Pay નું UPI Lite ફીચર
માહિતી મુજબ, UPI લાઇટ સુવિધા રીઅલ-ટાઇમ બેંક વ્યવહારો પર નિર્ભર નથી. આનો અર્થ એ થયો કે લિંક કરેલ બેંકનું સર્વર ડાઉન હોવા છતાં પણ વપરાશકર્તા દિવસના કોઈપણ સમયે ટ્રાન્ઝેક્શન કરી શકશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે યુઝરે દર વખતે UPI પિન દાખલ કરવો જરૂરી નથી. વૉલેટમાંથી પેમેન્ટ માત્ર એક ક્લિકથી કરી શકાય છે.
UPI લાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો
-UPI લાઇટનો ઉપયોગ કરવા માટે, Google Pay એપ્લિકેશનને મોબાઇલ પર ખોલવી પડશે.
-ઉપરના જમણા ખૂણામાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
-ચુકવણી પદ્ધતિ વિભાગમાં UPI Lite વિકલ્પ પસંદ કરો.
-તમે જે બેંક એકાઉન્ટને UPI Lite સાથે લિંક કરવા માંગો છો તેને પસંદ કરો.
-UPI Lite વૉલેટમાં ઉમેરવા માટે રકમ (રૂ. 2,000 સુધી) દાખલ કરો.
-ટોપ-અપને પ્રમાણિત કરવા માટે UPI PIN દાખલ કરો
-આ રીતે તમે UPI લાઇટનો ઉપયોગ શરૂ કરી શકો છો.
માત્ર એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે
વપરાશકર્તા માટે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે Google Pay પર માત્ર એક UPI Lite એકાઉન્ટ જરૂરી છે. જેમાં, જો કોઈ યુઝર પાસે UPI સાથે એકથી વધુ બેંક એકાઉન્ટ જોડાયેલા હોય, તો તે UPI લાઇટ માટે તેમાંથી માત્ર એકનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો:
ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત
1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે