Genesis GV60: Hyundai ની લક્સરી સ્માર્ટ કાર, મોઢું જોઇ ખુલશે ગેટ, ચાવીવાળા જમાનાને કહો બાય-બાય
કોરિયાઇ કાર નિર્માતા કંપની હ્યુંન્ડાઇ (Hyundai) ના લક્સરી બ્રાંડ જેનેસિસ (Genesis) નો દાવો છે તેને સ્માર્ટ કારો માટે એક નવી ટેક્નોલોજી ડેવલોપ કરી છે જે કેટલીક હદ સુધી સ્માર્ટફોનમાં ફેસ આઇડી ટેક્નોલોજી સમાન છે.
Trending Photos
નવી દિલ્હી: કોરિયાઇ કાર નિર્માતા કંપની હ્યુંન્ડાઇ (Hyundai) ના લક્સરી બ્રાંડ જેનેસિસ (Genesis) નો દાવો છે તેને સ્માર્ટ કારો માટે એક નવી ટેક્નોલોજી ડેવલોપ કરી છે જે કેટલીક હદ સુધી સ્માર્ટફોનમાં ફેસ આઇડી ટેક્નોલોજી સમાન છે. આ ટેક્નોલોજી ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે કંપનીએ GV60 કારના દરવાજા ખોલવા માટે નવું ફીચર 'ફેસ કનેક્ટ ટેક્નોલોજી' ને ઉમેરી છે. જેના અંતગર્ત હવે ગાડીનો દરવાજો વ્યક્તિના ચહેરાને ઓળખી ખુલી જશે અને તેના માટે ચાવીની જરૂર નહી પડે.
સારો ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ
જેનેસિસનું કહેવું છે કે નવી ટેક્નોલોજી તેને ગ્રાહકોને સારા ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ માટે પોતાના વાહનોને પર્સનલાઇઝ કરવામાં મદદ મળશે. કંપની અનુસાર આ નવી ટેક્નોલોજી ખૂબ શાનદાર છે અને રિસ્ટબેન્ડ એટલે કે પિન કોડ દાખલ કરવાના મુકાબલે સારી સુવિધા પુરે પાડશે. જેનેસિસે કહ્યું કે આ ટેક્નોલોજી જલદી જ પોતાના વાહન પોર્ટફોલિયોમાં પોતાનું સ્થાન બનાવી લેશે. આ ગાડી વર્ષ 2022 ની શરૂઆતથી જ બજારમાં ઉપલબ્ધ રહેશે.
ફેસ આઇડીથી સ્ટાર્ટ થશે કાર
આ ટેક્નોલોજીની મદદથી કાર ચલાવનારને કારની અંદર પર્સનલાઇઝ્ડ અનુભવ મળશે. આ ટેક્નોલોજી કાર ડ્રાઇવરની ઓળખ કર્યા બાદ તેની પ્રોફાઇલને કારમાં રજિસ્ટર કરી દે છે. આ કાર જેવી જ ડ્રાઇવરની ઓળખ કરશે એટલે જ તેની સીટ, સ્ટીયરિંગ વ્હીલ, હેડ્સ-અપ-ડિસ્પ્લે, સાઇડ મિરર, ઇંફોટેનમેંટ સિસ્ટમ આપમેળે જ રજિસ્ટર્ડ પ્રોફાઇલ અનુસાર એડજસ્ટ થઇ જશે.
બધું જ સેટિંગસ આપમેળે એડજસ્ટ થઇ જશે
આ ટેક્નોલોજી માટે કંપની નિયર ઇન્ફ્રા-રેડ (NIR) કેમેરાનો ઉપયોગ કરશે, જો કે અંધારામાં પણ કામ કરશે અને ડ્રાઇવરની ઓળખ કરી જાણશે કે ફેસ સિસ્ટમમાં પહેલાંથી જ રજિસ્ટર્ડ છે કે નહી. આ ગાડીની ખાસિયત એ છે કે જો ઘરેથી નિકળતી વખતે તમે ચાવી ભૂલી જાવ છો તો કોઇ વાંધો નહી કારણ કે તેને ખોલવા માટે તમારો ચહેરો પૂરતો છે. જેનેસિસનું કહેવું છે કે ફેસ કનેક્ટ સિસ્ટમ દરેક વાહન માટે બે ચહેરાના ડેટાને સ્ટોર કરી શકે છે. રજિસ્ટર કરવામાં આવનાર જાણકારી એન્ક્રિપ્ટેડ હશે અને તેને સુરક્ષા જોખમ વિના સ્ટોર કરવામાં આવશે. ડ્રાઇવર પોતાના મન મુજબ કોઇપણ સમયે પોતાની જાણકારી હટાવી શકે છે.
ફિંગર પ્રિંટથી ખુલશે કારના દરવાજા
ફેસ આઇડી ઉપરાંત કારમાં સ્માર્ટફોનની માફક ફિંગર પ્રિંટ ઓથેંટિકેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે જોકે બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને વાહનને શરૂ કરી શકાશે. તેમાં પણ ખાસ વાત એ છે કે તમે કાર ચલાવવા માંગો છો તમારે ફક્ત પોતાનો ચહેરો અથવા ફિંગર પ્રિંટને સ્કેન કરવી પડશે. અહીં તમારે ચાવીની જરૂર નહી પડે.
ઓટો ઇંડસ્ટ્રીમાં કંપનીની ધૂમ
આ નવી ટેક્નોલોજીની રજૂઆત કરી જેનેસિસ ઓટો સેક્ટરમાં પોતાનો વર્ચસ્વ બનાવવા માંગે છે. એટલે કે હવે કહેવામાં આવે છે કે આ એક સ્માર્ટ કાર છે અને વ્યાજબી ટેક્નોલોજીના મામલે GV60 ભવિષ્યમાં ઘણી કંપનીઓને પાછળ છોડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે