Facebook યૂઝર છો તો થઇ જાઓ એલર્ટ, આ ખાસ ડીટેઇલ્સ પર રાખશે નજર

ફેસબુક તેમના યૂઝર્સથી તેના ઘર, ઘરના સભ્યો, પંસગીઓ, સંબંધીઓની પ્રકૃતિ અને ત્યાં સુધી કે યૂઝર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડીવાઇસની જાણકારી મેળવી શકશે.

Facebook યૂઝર છો તો થઇ જાઓ એલર્ટ, આ ખાસ ડીટેઇલ્સ પર રાખશે નજર

સેન ફ્રાન્સિસ્કો: હાલમાં જ કરોડો ઉપયોગકર્તાઓની પર્સનલ જાણકારી લીક કરવાના મામલે નિશાન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક એક સોફ્ટવેરનું પેટન્ટ લાવી રહીં છે. જેનાથી ફેસબુક તેમના યૂઝર્સથી તેના ઘર, ઘરના સભ્યો, પંસગીઓ, સંબંધીઓની પ્રકૃતિ અને ત્યાં સુધી કે યૂઝર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડીવાઇસની જાણકારી મેળવી શકશે. ધ લોસ એન્જેલિસ ટાઇમ્સના શુક્રવારના રિપોર્ટ અનુસાર, આ સોફ્ટવેર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રફાસનું વિશ્લેષણ કરશે. સંભાવના છે કે આ સોફટવેરનો ઉપયોગ જાહેરાતો માટે પણ કરવામાં આવી શકે છે.

પેટન્ટ એપ્લીકેશન અનુસાર, એક યૂઝર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી ઘરેલું વસ્તુઓનું અનુમાન લગાવનારી એક ઓનલાઇન સિસ્ટમ વધુ સારા અને લક્ષ્યાંકિત પરિણામો ઉપભોક્તા સુધી પહોંચાડે છે. તેના અનુસાર, આ જાણવા માટે કે શું એક જ ઘરમાં કોણ-કોણ લોકો રહે છે, સોફ્ટવેર ફોટોગ્રાફ્સમાં લોકોને કેટલા સમયાંતરે ટેગ કર્યા છે અને કેપ્શનમાં તેમનું નામ લખવામાં આવ્યું છે કે નહીં તે જોઇ શકે છે.

ગત વર્ષે  ભરવામાં આવેલા પેટન્ટ એપ્લિકેશન અનુસાર, કોઇપણ ઉપભોક્તાના ઘરથી સંબંધિત આવી માહિતી વગર, યૂઝર્સને મોકલેલી મોટા ભાગની માહિતી ખરાબ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેની અવગણના થવાની સંભાવના મોટા પ્રમાણમાં વધી જાય છે. પેટન્ટ એપ્લિકેશન્સને જોકે ગુરૂવારે જાહેર કરવામાં આવી છે.

રિપોર્ટના અનુસાર, એક હાઉસહોલ્ડ અથવા પરિવારની પ્રોફાઇલ તૈયાર કરવા માટે ફેસબુક તેમની આગાઉની પોસ્ટ, સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડશિપ્સ, મેસેજીંગ હિસ્ટ્રી, ગત ટેગ હિસ્ટ્રી અને વેબ બ્રાઉઝીંગ હિસ્ટ્રીનો પણ ઉપયોગ કરી શકે છે. ફેસબુકે લોસ એન્જેલિસ ટાઇમ્સને જણાવ્યું હતું કે પેટન્ટ માટે એપ્લિકેશન કરવાનો અર્થ એ નતી કે આ સોફ્ટવેર બનશે અથવા તેનો ઉપયોગ થશે. સપ્ટેમ્બરમાં ફેસબુકમાં લગભગ 2.9 કરોડ એકાઉન્ટ હેક થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news